પાલનપુર ખાણ ખનીજ અધિકારી ગુરૂપ્રીતસિંથના માર્ગદર્શન અને સૂચના મુજબ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ રોયલ્ટી ઇન્સ્પેકટર હિતેન્દ્ર સુથાર, માઇન્સ સુપરવાઈઝર ભગીરથ ગોહિલ તથા ચેરિત જૈન સહિતના લોકો કંબોઈ-દુદાસણ તરફ રેતી ચોરી અટકાવવા ચેકીંગમા હતા. ત્યારે દુદાસણ બનાસ નદીમાંથી પાંચ ડમ્પરો વગર રોયલ્ટીએ ઓવરલોડ રેતી ભરી આવતા હતા. ત્યારે તેમને ઉભા રખાવી રોયલ્ટી માંગતા ડ્રાઇવરોએ રોયલ્ટી ન હોવાનું જણાવતા ખાણ ખનીજના કર્મચારીઓએ પાંચ ડમ્પરને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ચોરી કરેલા ડમ્પરો નં. GJ.24.X. 7019, GJ.24. X.9422, X. 7193, GJ.24. A.S.02. S.C.9574, GJ.08. AU. 7545 આ તમામ ડમ્પરોને ઉભા રખાવી રોયલ્ટી ચેક કરતા કોઈપણ જાતની રોયલ્ટી પાસ ન હોવાથી બનાસ નદીમાંથી રેતીની ચોરી કરી લઈ જઈ રહ્યા હતા. જેથી ખાણ ખનીજ ટિમ દ્વારા તમામ ડમ્પરોને સિઝ કરી નકળંગ પ્લાન્ટ ખાતે મુકવામાં આવ્યા અને આગળની કાર્યવાહી પાલનપુર ખાણ ખનીજ અધિકારી દ્વારા કરવામાં આવશે.
કાંકરેજના કંબોઈ પાસેથી રેતી ભરેલા પાંચ ડમ્પર ઝડપાયા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#legal action#Dumper Seizure#Illegal Sand Mining#Palanpur District#Mines and Minerals Department#Sand Theft#Kamboi#Kankrej#Gurupreet Sinth#Royalty Inspection#Dudasan Banas River#Royalty Pass#Environmental Regulations#Regulatory Enforcement#Community Resources Management
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
16 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
16 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
