રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવના કોટેશ્વર કોમ્પ્લેક્ષમાં આગ લાગતા અફડાતફડી મચી

વાવના કોટેશ્વર કોમ્પ્લેક્ષમાં આગ લાગતા અફડાતફડી મચી
ફાયર બ્રિગેડ અને ગામ લોકોની ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ આજ રોજ બપોરે 2 વાગ્યાના સમયે વાવ શહેરના જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં આવેલા કોટેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલી ત્રણ દુકાનોમાં કોઈ અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સતત 1 કલાક આગ ચાલુ રહેતા શોપિંગ સેન્ટરમાં આવેલી ત્રણ દુકાનોમાં પડેલો કટલરી કાપડ ગાદલાના માલને ભારે નુકશાન થયું હતું. જોકે ગામ લોકોએ સાથે મળી ટેન્કર મારફત પાણીનો મારો ચલાવી આગને કાબુ મેળવી ફાયર બ્રિગેડને જાણ કરતાં થરાદ ખાતેથી ફાયર બીગેડના જવાનોએ તતત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જો કે વિકરાળ સ્વરૂપ લીધેલી આગે લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા. જોકે દેવ દિવાળીની રજા હોઈ શોપિંગ સેન્ટરમાં રજા હોઈ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, બાજુમાં દેના બેન્ક આવેલી હોઈ આગ પર ઝડપી કાબુ આવી જતા તંત્રએ ભારે હાશકારો  અનુભવ્યો હતો.ગામ લોકોએ ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવી હતી.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર