રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ6 મે, 2026| Super Admin

પાટણ તાલુકાની મેસર દૂધ મંડળીમાં ભ્રષ્ટાચાર મામલે રજૂઆત કરવી ભારે પડી: પ્રમુખ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો, પંથકમાં ચકચાર

પાટણ તાલુકાની મેસર દૂધ મંડળીમાં ભ્રષ્ટાચાર મામલે રજૂઆત કરવી ભારે પડી: પ્રમુખ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો, પંથકમાં ચકચાર

પાટણ તાલુકાના મેસર ગામે દૂધ મંડળીના પ્રમુખ પર ચાર શખ્સોએ હુમલો કર્યો છે. ડેરીમાં ચાલતી ગેરરીતિઓ અંગે અરજી કરવાના મનદુઃખમાં આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખને છરી વડે ઇજા પહોંચાડવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ ઘટના અંગે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.મેસર ગામના રહેવાસી અને દૂધ મંડળીના પ્રમુખ ફતેસંગજી દલસાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે તા. 23 એપ્રિલ, 2026 ના રોજ બપોરે તેઓ ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગામની મધુવન ડેરી પાસે ચાર શખ્સો જયંતીભાઈ ઉજાભાઈ પટેલ,અરવિંદજી વણવીરજી ઠાકોર, જયંતીભાઈ પરાગભાઈ પટેલ અને કાંતીભાઈ અમરાભાઈ પટેલે તેઓને રોકી તેમની સાથે બોલાચાલી કરી જમણા હાથની આંગળી પર છરી વડે હુમલો કરી ઇજા પહોં ચાડી ગડદાપાટુનો માર માર્યો હતો. 

આ હુમલા દરમ્યાન તેઓએ બુમાબુમ કરતાં તેમના કાકાના દીકરા પ્રભાતજી ઠાકોર અને અન્ય લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેઓને જોઈને ઉપરોક્ત ચારેય ઈસમો ત્યાંથી નાસી ગયા હતા, પરંતુ જતા પહેલા તેમણે ફતેસંગજીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓ ડેરીમાં દૂધમાં ભેળસેળ અને ચોરી કરતા હતા, તેમજ ખોટા નામે દૂધ ભરાવી ગેરરીતિ આચરતા હતા. આ અંગે ફતેસંગજીએ પાટણ હાંસાપુર દૂધ સાગર ડેરીમાં લેખિત અરજી કરી હતી, જેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. વાગડોદ પોલીસે આ  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર