રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ13 જુલાઈ, 2026| Super Admin

ભાભર-દિયોદર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

ભાભર-દિયોદર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

ઈકો એમ્બ્યુલન્સ અને સ્વીફ્ટ કાર વચ્ચે જોરદાર ટક્કર; બેના મોત, બે દર્દીઓ સારવાર હેઠળ

વાવ-થરાદ જિલ્લાના ભાભર-દિયોદર નેશનલ હાઈવે પર ભાભર તાલુકાના ખારા ગામના બસ સ્ટેન્ડ નજીક 12 જુલાઈ, 2026 ના રોજ રાત્રે આશરે 9 વાગ્યે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઈકો એમ્બ્યુલન્સ અને સ્વીફ્ટ કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે અન્ય બે દર્દીઓ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર હેઠળ છે.\પ્રાથમિક માહિતી મુજબ, ઈકો એમ્બ્યુલન્સના ચાલક અજીતશાહ મહમદશાહ સર્વોદી (ઉં. 45, રહે. જૂનાગઢ) નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ દર્દીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક ભાભરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભાભર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્રણેયને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. જોકે, સ્વીફ્ટ કારના ચાલક પ્રકાશજી જોરાજી (ઉં. 26, રહે. વડા) નું સારવાર માટે રીફર કરતી વખતે રસ્તામાં જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ઘાયલ દર્દીઓ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતની જાણ થતાં ભાભર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર