રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પરિવાર ધાબા પર સૂતો રહ્યો અને તસ્કરોએ ઘર માંથી હાથ ફેરો કર્યો

પરિવાર ધાબા પર સૂતો રહ્યો અને તસ્કરોએ ઘર માંથી હાથ ફેરો કર્યો
પાંથાવાડામાં ૬.૯૧.૯૦૦ રૂપિયાના સોનાં ચાંદીના દાગીનાની ચોરી; દાંતીવાડાના પાંથાવાડામાં ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પરિવાર રાત્રે લગ્ન પ્રસંગે થી ઘરે આવી ને ધાબા પર સૂતો હતો અને તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાત્રિના સુમારે સોના ચાંદીના લાખો રૂપિયાના ઘરેણાં લઈ રફુચક્કર થઈ ગયા હતા. બનાવની વિગત મુજબ તા.૮ એપ્રિલની રાત્રે ખેતરમાં બનાવેલ મકાનમાં મકાનના પાછળના ભાગના દરવાજાનું હેન્ડલ તોડી તસ્કરોઓએ અંદર પ્રવેશ કરી મકાનમાં રાખેલ પતરાની પેટી તોડી અંદર પડેલ સોનાના દાગીના વજન આશરે ૫૬ ગ્રામ જેની કિંમત રૂપિયા ૪૪૮૦૦૦ તથા ચોંદીના દાગીના ૩ કિલો ૯૫૦ ગ્રામ તેની કિંમત રુપિયા ૨,૪૮,૯૦૦ એમ મળી કુલ કિંમત રૂપિયા ૬,૯૬,૯૦૦ ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જતા ખેડૂત કાંતિભાઈ પ્રભાભાઈ ચૌધરી રહે. પાંથાવાડા વાળાએ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર