રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જમીને હાથ ધોવા ગયોને ધડાકો થયો; પ્લેન ક્રેસ દુર્ઘટનાને આંખે જોનાર દ્રિજેશ મોરનો અહેવાલ

જમીને હાથ ધોવા ગયોને ધડાકો થયો; પ્લેન ક્રેસ દુર્ઘટનાને આંખે જોનાર દ્રિજેશ મોરનો અહેવાલ

અમદાવાદથી લંડન જતી એરઇન્ડિયાની ફ્લાઇટ ગઈકાલે અચાનક ક્રેસ થઈ જતાં તેમાં સવાર મુસાફરો સહિત બી.જે મેડિકલ કોલેજના મેસમાં જમી રહેલા અનેક સ્ટુડન્ટસોના મોત નિપજ્યા છે,ત્યારે કોલેજના મેસમાં જમવા ગયેલા અને સદનસીબે બચી ગયેલા પ્લેન ક્રેસની દુર્ઘટનાને નજરે જોનાર દ્રિજેશ મોર નામનો AMBBSના વિદ્યાર્થી આજે પોતાના વતન પાલનપુર પહોંચ્યો હતો. ઘટના સમયે સર્જાયેલી પરિસ્થિતિને લઇ રખેવાળ પલ્સે આ વિદ્યાર્થી સાથે કરેલ મુલાકાતમાં તેને જણાવ્યું કે જ્યારે ઘટના બની ત્યારે હું મારા મિત્રો સાથે મેથ્સમાં જમવા ગયો હતો અને જેવો હું જમીને થાળી મૂકીને હાથ ધોવા ગયો ત્યારે મોટો ધડાકો થયો ત્યારે અમને લાગ્યું ભૂકંપ અથવા યુદ્ધને લઇ એર સ્ટ્રાઇક હોઈ શકે પણ થોડીજ વારમાં એકદમ ધૂળ ઉડવા લાગી અને કંઈજ દેખાવવાનું બંધ થઈ ગયું. https://youtu.be/unj2_M-jsEM અમે બહાર નીકળવાની કોશિશ કરી તો પગમાં કાટમાળ અથડાવવા લાગ્યો પણ અમે જેમતેમ કરીને અમે બહાર આવ્યા એટલે બિલ્ડીંગ પર પ્લેન જોયુ પછી ખબર પડી કે પ્લેન ક્રેસ થયું છે. અને બહાર અફરાતફરીનો માહોલ હતો અને આગ લાગી હતી.અમે ૧૨ જેટલા મિત્રો નીચે જમતા હતા જોકે ઉપરના માળે અનેક સ્ટુડન્ટસ જમતા હતા,જોકે આ ઘટનામાં અમે એક અમારા નજીકના મિત્રને ખોયો છે જેમાં અચાનક ધડાકાના કારણે તેનું હદય બંધ થઈ ગયું અને એનું મોત નીપજ્યું છે. ત્યાંની પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી. હું ભગવાનનો આભાર માનું છું કે હું અને મારા અન્ય મિત્રો બચી ગયા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર