રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ6 એપ્રિલ, 2026| Super Admin

ચૂંટણીનો ગરમાવો : પાટણમાં પહેલા દિવસે 41 ઉમેદવારી ફોર્મનું વિતરણ

ચૂંટણીનો ગરમાવો : પાટણમાં પહેલા દિવસે 41 ઉમેદવારી ફોર્મનું વિતરણ

દસ્તાવેજો અને પુરાવાની યાદી જાહેર, શૌચાલય, બાળકોની સંખ્યા અંગેના એકરારનામા સહિત 19 મુદ્દાઓનો સમાવેશ

પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજો અને પુરાવાની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.આ યાદીમાં સોગંદનામાથી લઈને શૌચાલય અને બાળકોની સંખ્યા અંગેના એકરારનામા સહિત કુલ 19 મુદ્દાઓનો સમાવેશ થાય છે.ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ઉમેદવારે નિયત નમૂના નંબર 3 મુજબના ઉમેદવારી પત્ર સાથે ભાગ-8 મુજબનું સોગંદનામું રજૂ કરવું પડશે. ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડની પ્રમાણિત નકલજોડવી ફરજિયાત છે.વય મર્યાદાની ચકાસણી માટે જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને શૈક્ષણિક લાયકાતના પુરાવા પણ રજૂ કરવાના રહેશે. આ ઉપરાંત, ઉમેદવારે બે બાળકો અંગેનું એકરારનામું તથા ઘરે ફલશ જાજરુ ધરાવતા હોવા અંગેનું એકરારનામું અને નગરપાલિકાનો તે અંગેનો દાખલો રજૂ કરવો પડશે. ઉમેદવારે નગરપાલિકામાં કોઈ પણ પ્રકારનું લ્હેણું બાકી ન હોવા અંગેનું નો-ડ્યુ સર્ટિફિકેટ અને પોલીસ વિભાગ દ્વારા ઇસ્યુ કરાયેલ કોઈ પણ ગુનામાં સંડોવાયેલ ન હોવાનો દાખલો પણ ફોર્મ સાથે જોડવો પડશે. અનામત બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા SC, ST અને OBC ઉમેદવારોએ સક્ષમઅધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ આપવાની રહેશે.

ડિપોઝિટની રકમ પેટે સામાન્ય કેટેગરીના ઉમેદવારે 2000 રૂપિયા અને સ્ત્રી તેમજ અનામત વર્ગના ઉમેદવારે 1000 રૂપિયા જમા કરાવવાના રહેશે. જો ઉમેદવાર કોઈ રાજકીય પક્ષ તરફથી લડતા હોય તો નિયત નમૂના નંબર ‘ક’ અને ‘ખ’મુજબ મેન્ડેટ રજૂ કરવું પડશે.ફોર્મમાં દરખાસ્ત કરનાર અને ટેકો આપનાર વ્યક્તિના ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની પ્રમાણિત નકલ પણ સામેલ કરવાની રહેશે. વધારાના દસ્તાવેજોમાં સંતાનોની વિગત ધરાવતું પેઢીનામું, સામાન્ય માહિતીનું ફોર્મ, સામાજિક-આર્થિક અને શૈક્ષણિક વર્ગીકરણનું પત્રક તેમજ તાજેતરના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા રજૂ કરવાના રહેશે.તમામ પુરાવાઓ પૂર્ણ હોય તેવા જ ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવશે. પાટણ પ્રાંત કચેરી ખાતેથી પ્રથમ દિવસે 41 જેટલા ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે આગામી 26 એપ્રિલે ચૂંટણી યોજાશે. આ માટે પાટણ પ્રાંત કચેરી ખાતે આજથી 11 એપ્રિલ સુધી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી સવારે 10:30 થી બપોરના 3 વાગ્યા સુધી કરવામાં આવશે. ફોર્મની ફી 50 રૂપિયા નિર્ધારિત કરાઈ છે અને ફોર્મ લેવા આવનાર વ્યક્તિ પાસેથી આધાર કાર્ડની ઝેરોક્ષ લેવામાં આવે છે. પ્રાંત અધિકારી હિરેન ચૌહાણને પાટણ નગરપાલિકાના ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

સંબંધિત સમાચાર