રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

પાટણ-સિદ્ધપુર પાલિકાની ચૂંટણી માટે બેઠકોની ફાળવણી કરવા ચૂંટણી આયોગે પાટણ કલેકટરને આદેશ કર્યો

પાટણ-સિદ્ધપુર પાલિકાની ચૂંટણી માટે બેઠકોની ફાળવણી કરવા ચૂંટણી આયોગે પાટણ કલેકટરને આદેશ કર્યો
SC, ST, પછાતવર્ગ માટે અનામત બેઠકોની વારાફરતી ફાળવણી કરવા જણાવાયું ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે બેઠકોની (અનામત બેઠકો સહિત) વારાફરતી ફાળવણીનો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ મુજબ, પાટણ નગરપાલિકા માટે કુલ ૪૪ અને સિદ્ધપુર નગરપાલિકા માટે ૩૬ બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદાના સુધારા અનુસાર, પછાતવર્ગ માટે ૨૭ ટકા સુધીનું અનામત લાગુ કરાયું છે. આયોગે આ આદેશની નકલો બહોળી પ્રસિદ્ધિ અને સમયસર અમલ માટે પાટણ જિલ્લાના જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી, કલેક્ટર તેમજ પાટણ અને સિદ્ધપુર નગર પાલિકાના ચીફ ઓફિસરને મોકલી આપી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ૧૭ ઓગસ્ટ,૨૦૨૪ ના જાહેરનામા થી પાટણ નગરપાલિકા માટે કુલ ૧૧ વોર્ડ અને ૪૪ બેઠકો નિર્ધારિત કરાઈ છે. સને 2 ૨૦૧૧ ની વસતિ ગણતરી મુજબ, પાટણ નગરપાલિકાની કુલ વસતિ ૧,૪૫,૫૬૬ છે. આ ૪૪ બેઠકો પૈકી કુલ ૩૧ બેઠકો અનામત રાખવામાં આવી છે, જેમાં ૨૨ બેઠકો કુલ સ્ત્રી અનામત તરીકે નિર્ધારિત છે. અનુસૂચિત જાતિ માટે ૪ બેઠકો અનામત છે, જે પૈકી ૨ બેઠકો અનુસૂચિત જાતિની સ્ત્રીઓ માટે છે. અનુસૂચિત આદિજાતિ માટે ૧ બેઠક અનામત છે અને પછાતવર્ગ માટે ૧૨ બેઠકો અનામત રાખવામાં આવી છે, જે પૈકી ૬ બેઠકો પછાતવર્ગની સ્ત્રીઓ માટે અનામત છે. કુલ અનામત બેઠકોની સામે ૩૦ બેઠકો સામાન્ય (બિનઅનામત) રાખવામાં આવી છે. તેવી જ રીતે, સિદ્ધપુર નગર પાલિકા માટે પણ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ૧૭ ઓગસ્ટ, ૨૦૨૪ ના જાહેરનામાથી કુલ ૯ વોર્ડ અને ૩૬ બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. સને ૨૦૧૧ ની વસતિ ગણતરી મુજબ, સિદ્ધપુર નગરપાલિકાની કુલ વસતિ ૫૭,૭૮૪ છે. સિદ્ધપુર નગરપાલિકામાં કુલ ૩૬ બેઠકો પૈકી ૨૬ બેઠકો અનામત રાખવામાં આવી છે, જેમાં કુલ ૧૮ બેઠકો સ્ત્રી અનામત તરીકે નિર્ધારિત કરાઈ છે. અનુસૂચિત જાતિ માટે ૩ બેઠકો અનામત છે, જે પૈકી ૧ બેઠક અનુસૂચિત જાતિની સ્ત્રી માટે અનામત છે. અનુસૂચિત આદિજાતિ માટે ૧ બેઠક અનામત છે. પછાતવર્ગ માટે ૧૦ બેઠકો અનામત રાખવામાં આવી છે, જે પૈકી ૫ બેઠકો પછાતવર્ગની સ્ત્રીઓ માટે અનામત છે. કુલ અનામત બેઠકોની સામે ૧૦ બેઠકો સામાન્ય (બિનઅનામત) તરીકે નિર્ધારિત કરવામાં આવી છે. આ સમગ્ર આદેશ ભારતના બંધારણના અનુચ્છેદ ૨૪૩-K અને ૨૪૩-ZA ની જોગવાઈઓના આધારે રાજ્ય ચૂંટણી આયોગમાં નિહિત થયેલી ચૂંટણી સંચાલનની કામગીરીના ભાગરૂપે કરવામાં આવ્યો છે. આદેશમાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા (સુધારા) અધિ આ ઉપરાંત, મ્યુનિસિપલ બરોમાં વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી (સુધારા) નિયમો, ૨૦૨૫ મુજબ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, પછાતવર્ગો તથા સ્ત્રીઓનીઅનામત બેઠકોની વારાફરતી ફાળવણી દર પાંચ વર્ષે કરવાની જોગવાઈને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. અંતે, આ આદેશ ગુજરાત નગરપાલિકા અધિનિયમ,૧૯૬૩ ની કલમ ૬ અને ૭ અને સંબંધિત નિયમો અને સુધારાઓની જોગવાઈઓને આધારે અમલમાં મૂકવામાં આવ્યો છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર