રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ2 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભારતમાલા રોડ પરથી ડ્રગ્સ ઝડપાયું: થરાદ પોલીસે 51 ગ્રામ MD ડ્રગ્સ સાથે કાર જપ્ત કરી

ભારતમાલા રોડ પરથી ડ્રગ્સ ઝડપાયું: થરાદ પોલીસે 51 ગ્રામ MD ડ્રગ્સ સાથે કાર જપ્ત કરી

થરાદ પોલીસે કુલ ₹3.73 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળતી હકકિત મુજબ બંને આરોપીઓ મહેસાણા જિલ્લાના કડીના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. જપ્ત  કર્સયેલા મુદ્દામાલમાં મેફેડ્રોન, વર્ના કાર, બે મોબાઇલ, રોકડ અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થયો હોવાનું જાણવા મળેલ છે. થરાદ પોલીસની વાહન ચેકિંગ દરમિયાન સફળ કાર્યવાહી દરમ્યાન બને આરોપી ઓ મુદામાલ સાથે ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત સરકારની “Zero Tolerance for Drugs” નીતિ હેઠળ એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી થરાદ પોલિસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ ધરેલી કામગીરીને વાવ થરાદની જનતાએ બિરદાવી છે.

સંબંધિત સમાચાર