જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને ગુરૂવારે પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જેમાં કલેકટરે જિલ્લાના અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચન અને આદેશ કર્યા હતા. કાર્યક્રમમાં જમીન માપણી સર્વે, મફત રાહત ગાળા માટેના પ્લોટ, વારસાઈ હક્ક, માનવ કલ્યાણ યોજના હેઠળ ટૂલ કીટ, દબાણ અને ગંદકી દૂર કરવી ઉપરાંત રસ્તા માટેની વિવિધ અરજીઓ અરજદારો તરફથી આવી હતી. જિલ્લા કલેકટરે તમામ અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા માટે જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ જિલ્લા પોલીસવડા વી.કે.નાયી સહિતના અધિકારીઓ,કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
કલેકટરના અધ્યક્ષ પદે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Public Service#infrastructure development#District Collector#Patan district#Local Governance#District Development Officer#Community Engagement#government initiatives#Citizen Representation#Grievance Redressal Program#Land Measurement Survey#Manav Kalyan Yojana#Administrative Solutions
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
