રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા9 જૂન, 2026| Super Admin

ડીસા માર્કેટયાર્ડને મળ્યા નવા સુકાની: ખેતાભાઈ અને અરજણભાઈની બિનહરીફ વરણી

ડીસા માર્કેટયાર્ડને મળ્યા નવા સુકાની: ખેતાભાઈ અને અરજણભાઈની બિનહરીફ વરણી

બનાસકાંઠા જિલ્લાના સહકારી રાજકારણના સૌથી મોટા કેન્દ્ર સમાન ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટયાર્ડ) ના નવા હોદ્દેદારોની વરણીને લઈને ચાલી રહેલી ઉત્સુકતાનો આખરે અંત આવ્યો છે. આજે યોજાયેલી સત્તાવાર બેઠકમાં ડીસા માર્કેટયાર્ડના નવા ચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈ અને વાઈસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

​ડીસા એપીએમસી એ સમગ્ર ગુજરાતમાં બટાકા અને અન્ય ખેતપેદાશોના વેપાર માટે એશિયાભરમાં પ્રખ્યાત છે, ત્યારે આ મહત્વના માર્કેટયાર્ડનું સુકાન અનુભવી નેતાઓના હાથમાં સોંપવામાં આવ્યું છે.જેમાં ચેરમેન તરીકે  ખેતાભાઈ દેસાઈ અને ​વાઈસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. બંને લોકપ્રિય આગેવાનોના નામોની જાહેરાત થતાં જ માર્કેટ યાર્ડ પરિસરમાં ઉપસ્થિત ટેકેદારો, ખેડૂતો અને વેપારીઓએ ફૂલહાર પહેરાવી, ફટાકડા ફોડી અને એકબીજાના મોં મીઠા કરાવીને તેમના વિજયને વધાવી લીધો હતો.

​નવનિયુક્ત ચેરમેન ખેતાભાઈ દેસાઈ અને વાઈસ ચેરમેન અરજણભાઈ પટેલે આ તકે તમામ ડિરેક્ટરો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "અમારો મુખ્ય ઉદ્દેશ્ય એપીએમસીમાં આવતા તમામ ખેડૂત ભાઈઓને પોતાની ખેત પેદાશોના પૂરતા ભાવ મળી રહે, વેપારીઓને ઉત્તમ સુવિધા મળે અને ડીસા માર્કેટ યાર્ડનો વિકાસ નવી ઊંચાઈઓ પર પહોંચે તે માટે પારદર્શક વહીવટ કરવાનો રહેશે." ​આ નવી વરણીથી બનાસકાંઠાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં નવો ગરમાવો આવી ગયો છે અને આગામી સમયમાં યાર્ડના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા સેવાઈ રહી છે.

સંબંધિત સમાચાર