રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 માર્ચ, 2026| Super Admin

ડીસા માર્કેટયાર્ડ દસ દિવસ બાદ ગુંજ્યું : પ્રથમ દિવસે લગભગ 8 હજાર બોરીની આવક

ડીસા માર્કેટયાર્ડ દસ દિવસ બાદ ગુંજ્યું : પ્રથમ દિવસે લગભગ 8 હજાર બોરીની આવક
રાયડાની સૌથી વધુ 5430 બોરી આવક, ખેડૂતોને 1100 થી 1261 સુધી ભાવ મળ્યા હોળી–ધુળેટી બાદ રાજસ્થાનના મજૂરો પરત ફરતાં હરાજી ફરી શરૂ હોળી અને ધુળેટીના તહેવારોને પગલે દસ દિવસથી બંધ રહેલું ડીસા માર્કેટયાર્ડ બુધવારથી ફરી શરૂ થતાં જ હરાજીની કામગીરી ફરી ગતિમાં આવી છે. પ્રથમ જ દિવસે માર્કેટયાર્ડમાં કુલ 7695 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ રાયડાની 5430 બોરી આવક નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનની સરહદ નજીક હોવાથી ડીસા માર્કેટયાર્ડમાં કામ કરતા મજૂરોમાં મોટા ભાગે રાજસ્થાનના મજૂરોનો સમાવેશ થાય છે. હોળી–ધુળેટીનો તહેવાર રાજસ્થાનમાં વિશેષ મહત્વ ધરાવતો હોવાથી મજૂરો પોતાના વતનમાં તહેવાર ઉજવવા જતા હોવાથી દસ દિવસ સુધી હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. હવે મજૂરો પરત ફરતાં ફરીથી માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ કામગીરી શરૂ થઈ છે. પ્રથમ દિવસે રાયડો 5430 બોરી આવક સાથે 1100 થી 1261 સુધીના ભાવ મળ્યા હતા. રાજગરા 425 બોરી આવક સાથે 1700 થી 2001 સુધીના ભાવ નોંધાયા હતા. એરંડા 717 બોરી આવક સાથે 1251 થી 1278 સુધી ભાવ મળ્યા હતા. આ ઉપરાંત બાજરીની 135 બોરી આવકમાં 424 થી 572 પ્રતિમણના ભાવ રહ્યા હતા જ્યારે ઘઉંની 125 બોરી આવક સાથે 421 થી 506 સુધી ભાવ નોંધાયા હતા. માર્કેટયાર્ડમાં જીરું, સરસવ અને ચણાની પણ આવક નોંધાઈ હતી. માર્કેટયાર્ડ ફરી શરૂ થતાં આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા વધુ પ્રમાણમાં માલની આવક થવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. હોળી ધુળેટી બાદ માર્કેટયાર્ડ ફરી ધમધમ્યું હોળી અને ધુળેટીના તહેવારોને કારણે ડીસા માર્કેટયાર્ડમાં દસ દિવસ સુધી હરાજીનું કામકાજ બંધ રહ્યું હતું. માર્કેટયાર્ડમાં કામ કરતા મજૂરોમાં મોટાભાગે રાજસ્થાનના હોવાને કારણે તેઓ તહેવાર ઉજવવા પોતાના વતનમાં જતા રહ્યા હતા. હવે મજૂરો પરત ફરતાં બુધવારથી માર્કેટયાર્ડમાં ફરી હરાજી શરૂ થઈ છે. પ્રથમ જ દિવસે ખેડૂતો માલ લઈને મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં માલની આવકમાં વધારો થવાની શક્યતા છે. માર્ચ અંત સુધી આવક વધવાની સંભાવના ડીસા માર્કેટયાર્ડ ફરી શરૂ થતાં વેપારીઓ અને આડતિયાઓમાં ચહલપહલ જોવા મળી છે. ખેડૂતો ધીમે ધીમે પોતાના પાકને વેચાણ માટે માર્કેટયાર્ડમાં લાવી રહ્યા છે. ખાસ કરીને રાયડો, એરંડા અને રાજગરાની આવક આગામી દિવસોમાં વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓનું માનવું છે કે માર્ચ મહિનાના અંત સુધી સતત માલની આવક રહેશે, જેના કારણે માર્કેટયાર્ડમાં ફરી વ્યાપારિક રીતે ધમધમાટ જોવા મળશે.    

સંબંધિત સમાચાર