રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સરસ્વતીના વાગડોદમાં ડીઝલની તંગી: વાવેતર લેટ પડવાના ડરથી ખેડૂતો ચિંતિત

સરસ્વતીના વાગડોદમાં ડીઝલની તંગી: વાવેતર લેટ પડવાના ડરથી ખેડૂતો ચિંતિત

સરસ્વતીના વાગડોદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ડીઝલની ભારે અછત સર્જાઈ છે.બીટી કપાસના વાવેતરના સમયે અછત ઊભી થઈ છે. બાજરીની કાપણીના સમયે પણ ડીઝલ મળતું નથી. ઉનાળુ મોસમનો પાક તૈયાર છે.ખેતરોમાં કાપણીનું કામ ચાલી રહ્યું છે. ખેડૂતો આગોતરી વાવણીની તૈયારીમાં છે.પરંતુ ઈંધણની તીવ્ર શોર્ટેજથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ટ્રેક્ટર, થ્રેસર સહિતના કૃષિ મશીનો ડીઝલથી ચાલે છે.ખેતીકામ માટે ખેડૂતોને પંપે પંપે રઝળપાટ કરવો પડે છે.

કમોસમી વરસાદના માર બાદ માંડ મોઢે આવેલો ઉનાળુ પાકનો કોળિયો હવે ઈંધણ વગર છીનવાઈ જવાની ભીતિ છે. સરસ્વતીના મોટા નાયતા ગામના ખેડૂતે જણાવ્યું કે, બાજરી કઢાવવા બે કલાકથી બાઈક લઈને ડીઝલ માટે એક પંપથી બીજા પંપ સુધી ફર્યા. ડીઝલ મળ્યું નથી ઉનાળુ સીઝનમાં બાજરીની કાપણી કરીને ખેતરો માંથી સાફ કરવી છે. પાક ઘર તરફ લઈ જવો છે. ડીઝલની સખત જરૂર છે. ટ્રેક્ટર, થ્રેસર સહિતના વાહનો ડીઝલથી ચાલે છે. ચોમાસું નજીક આવી ગયું છે. ડીઝલ વગર હવે શું કરવું તે મોટો પ્રશ્ન ખેડૂતો માટે હાલમાં ઉભો થયો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર