રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા3 માર્ચ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

આવતીકાલે બનાસકાંઠા જિલ્લામાં રંગોત્સવ ધુળેટીની હર્ષોલ્લાસ ઉજવણી કરાશે

આવતીકાલે બનાસકાંઠા જિલ્લામાં રંગોત્સવ ધુળેટીની હર્ષોલ્લાસ ઉજવણી કરાશે
શહેરોથી ગામડાં સુધી રંગ, આનંદ અને સુરક્ષાની સાથે પરંપરાગત રીતે પર્વ ઉજવાશે શહેરી વિસ્તારોમાં દુકાનો સમ્પુર્ણ રીતે બંધ રહેશે, મારવાડી સમાજમાં ‘ગેર’ નૃત્યની પરંપરા નિભાવાશે બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે ધુળેટીનો રંગોત્સવ હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવાશે સોમવારના હોળી દહન પછીના આજે ઉજવાતી ધુળેટી નિમિત્તે ડીસા, પાલનપુર, ધાનેરા થરાદ, વાવ સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ રંગોની મોજ જોવા મળશે. શહેરી વિસ્તારોમાં સંપૂર્ણપણે દુકાનો અને ધંધાકીય રોજગાર બંધ રહેશે, જેથી લોકો પરિવાર અને મિત્રો સાથે પર્વની ઉજવણી કરશે. યુવાનો, બાળકો અને મહિલાઓ રંગ-ગુળાલ સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી પર્વને આનંદમય બનાવશે. જિલ્લામાં વસેલા મારવાડી સમાજના લોકોમાં આ દિવસે પરંપરાગત ‘ગેર’ નૃત્ય રમવાની વિશેષ પ્રથા છે. ઢોલ-નગારા અને લોકસંગીતના તાલે યુવાનો અને વડીલો પરંપરાગત વેશભૂષામાં ગેર રમી આનંદ વ્યક્ત કરશે. આ ઉપરાંત અનેક સ્થળોએ સમાજો અને યુવા મંડળો દ્વારા સામૂહિક રંગોત્સવ, ડીજે કાર્યક્રમો અને સાંસ્કૃતિક આયોજનમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાશે ધુળેટી ભાઈચારો, એકતા અને આનંદનો તહેવાર માનવામાં આવે છે. લોકો જૂના મનદુઃખ ભૂલી એકબીજાને રંગ લગાવી સૌહાર્દ સાથે ઉજવણી કરશે. ધુળેટીના પર્વને લઈ જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. નાગરિકોને નશીલા પદાર્થોથી દૂર રહી શાંતિપૂર્ણ અને સલામત રીતે તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી છે.            

સંબંધિત સમાચાર