ડીસા દક્ષિણ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 12 જેટલા ગુનામાં સંડોવાયેલા રાયમલસિંહ બનસિંહ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. ગુજરાત રાજ્ય પોલીસ કમિશનર વિકાસ સહાયે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જેના પગલે ડીસા દક્ષિણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ડીસા તાલુકાના મહાદેવીયા ખાતે રહેતા રાયમલસિંહ બનસિંહ દરબાર (પરમાર) છેલ્લા એક મહિનાથી ફરાર હતો અને તેના પર મારામારી, રાયોટીંગ, લૂંટ અને પ્રોહીબીશન, આર્મસ એક્ટ સહિતના 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ડીસા દક્ષિણ પોલીસે તેને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા અને એક માસથી નાસતા ફરતા શરીર સબંધી ગુનાના રીઢા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિક્ષક બનાસકાંઠાએ મિલકત અને શરીર સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ અવાર નવાર સુચનાઓ કરતા ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમે રાયમલસિંહ ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.
ડીસા દક્ષિણ પોલીસે 12 જેટલા ગુનામાં સંડોવાયેલા શખ્સની અટકાયત કરી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#robbery#Gujarat police#assault#Arms Act#public safety#Criminal Investigation#Police Action#Rioting#Anti-Social Elements#Deesa South Police#Crime Arrests#Prohibition Act#Superintendent of Police Banaskantha
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
5 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
