સરહદી રેન્જ કચ્છ- ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા નાસતા- ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાના અનુસંધાનમાં, ડીસા શહેર ઉત્તર પોલીસે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (કચ્છ) ના NDPS એક્ટના ગુનામાં સંડોવાયેલ સહ-આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકી અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ. જારીયાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સ્ટાફના માણસોએ સઘન કાર્યવાહી હાથ ધરી હતી.આ કાર્યવાહી દરમિયાન, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (કચ્છ) માં નોંધાયેલ ગુ.ર.નં. ૯૬૪/૨૦૨૫, NDPS એક્ટ કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ વિ. મુજબના ગુનામાં સહ-આરોપી તરીકે સંડોવાયેલ અતુલ ઉર્ફે રેસર રમેશભાઈ ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસે ઝડપાયેલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપી દીધો છે. આ સફળ કામગીરી બદલ પોલીસની પ્રશંસા થઈ રહી છે.
ડીસા પોલીસે NDPS કેસના સહ-આરોપીને ઝડપી પાડી ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપ્યો

ટેગ્સ:#Akshayraj Makwana#Crime Investigation#Law Enforcement#Police Operations#Criminal Justice#Deesa Police#NDPS Act#Drug-related Crimes#Kutch District#Co-accused Arrest#Gandhidham B Division Police
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
18 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
20 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
