રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા3 જુલાઈ, 2025| Super Admin

ડીસા ઉત્તર પોલીસે 1.10 લાખના ગુમ થયેલા 2 વાહનો શોધી મૂળ માલિકોને પરત કર્યા

ડીસા ઉત્તર પોલીસે 1.10 લાખના ગુમ થયેલા 2 વાહનો શોધી મૂળ માલિકોને પરત કર્યા

તેરા તુઝકો અર્પણ અભિયાનથી પોલીસની પ્રશંસા; ડીસા શહેર ઉત્તર પોલીસે ગુમ થયેલા બે મોટર સાયકલ શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ વાહનોની કુલ કિંમત રૂ.1,10,000/- આંકવામાં આવી છે. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. જારિયાએ અરજદારો ભરતભાઈ ધીગાભાઈ પ્રજાપતિ (રહે. ડીસા, કલાપીનગર) અને ચાહતકુમાર હીરાલાલ ટાંક (રહે. માલગઢ, તા. ડીસા) ના ગુમ થયેલા મોટર સાયકલ શોધી કાઢવા માટે સૂચના આપી હતી. આ બંને વાહનો ડીસાના ગાયત્રી મંદિર ચાર રસ્તા પાસે આવેલા ડો. રવિ પટેલના દવાખાનાની સામેથી ગુમ થયા હતા. આ સૂચનાના આધારે, વ્હીકલ સ્ક્વોડના કર્મચારીઓએ તાત્કાલિક માનવ સ્રોત (હ્યુમન સોર્સિંગ) ની મદદથી તપાસ હાથ ધરી હતી. જેના પરિણામે, ગુમ થયેલા બંને મોટર સાયકલ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા અને "તેરા તુજકો અર્પણ" ના સૂત્રને સાર્થક કરતા માલિકોને પરત કરવામાં આવ્યા. પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

સંબંધિત સમાચાર