રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા3 જાન્યુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ડીસામાં ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા મુદ્દે આવેદનપત્ર અપાયું

ડીસામાં ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા મુદ્દે આવેદનપત્ર અપાયું
આજે તા.03/01/2026 ને શનિવારના રોજ ડીગ્નિટી જસ્ટિસ ઓફ હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસિંહજી પરમાર તેમજ ગુજરાત રાજ્યના અધ્યક્ષ અરવિંદસિંહજી ચાવડાની સૂચના અનુસાર ચાઈનીઝ દોરીના વેચાણ સામે જરૂરી પગલાં ભરવા અને અબોલા પક્ષીઓ, રાહદારીઓ તથા વાહન ચાલકો ઘાયલ ન થાય તે હેતુથી આજે ફાઉન્ડેશનની ટીમ બનાસકાંઠા દ્વારા ડીસા તાલુકા મામલતદાર તેમજ ડીસા નગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસિંહજી પરમાર, નોર્થ ઝોન સહમંત્રી ગોવિંદસિંહ મકવાણા, બનાસકાંઠા જિલ્લા મહામંત્રી દશરથસિંહ ઝાલા તેમજ ડીસા તાલુકા પ્રમુખ  કનુભાઈએ હાજર રહી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.અને ચાઈનીઝ દોરીનું વેચાણ બંધ કરવા રજુઆત કરી હતી.  

સંબંધિત સમાચાર