રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા શહેર દક્ષિણ પોલીસે જુગાર રમતા ૬ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપ્યા

ડીસા શહેર દક્ષિણ પોલીસે જુગાર રમતા ૬ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપ્યા

શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા બનાસકાંઠા પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાન અંતર્ગત ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વપૂર્ણ કેસ શોધી કાઢ્યો છે. પોલીસ ટીમે શ્રીરામ સિનેમા પાસે આવેલી બાવળોની ઝાડીઓમાં દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા ૬ ઈસમોને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૦,૬૨૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

​બનાસકાંઠા રેન્જ આઈજી  પરીક્ષિતા રાઠોડ તથા જીલ્લા પોલીસ અધિક્ષક  પ્રશાંત સુંબે દ્વારા પ્રોહીબિશન અને જુગારના કેસો શોધી કાઢવા આપાયેલી સૂચના મુજબ, ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પી.આઈ. એમ.બી.કોટવાલ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી.

​દરમિયાન બાતમી મળી હતી કે, શ્રીરામ સિનેમા નજીક ઝાડીઓમાં કેટલાક ઈસમો ભેગા મળી ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી ૬ જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓની અંગ ઝડતીમાંથી રૂ. ૭,૯૦૦ તથા પટમાંથી રૂ. ૨,૭૨૦ મળી કુલ રૂ. ૧૦,૬૨૦ની રોકડ રકમ અને ગંજીપાના જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

​પકડાયેલા આરોપીઓ

 ૧. નટુભાઈ ધર્માભાઈ ધર્માણી (રહે. ભોપાનગર, ડીસા)

૨. હેમરાજભાઈ શંકરભાઈ વણકર (રહે. વણકરવાસ, ભોપાનગર, ડીસા)

૩. ગોવિંદભાઈ કાન્તીભાઈ વાલ્મીકી (રહે. હિમાલયા સોસાયટી, ડીસા)

૪. ધવલભાઈ રમેશભાઈ ઠાકોર (રહે. રબારીવાસ, ડીસા)

૫. હિરસીંગ પ્રવિણસીંગ વાઘેલા (રહે. ભાખર નાની, તા. દાંતીવાડા)

૬. અસલમભાઈ સફીકભાઈ અંસારી (રહે. હુસેની ચોક, ડીસા

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર