રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા શહેર ઉત્તર પોલીસે લૂંટના આરોપી પાસેથી શંકાસ્પદ મોટર સાયકલ ઝડપી પાડ્યું

ડીસા શહેર ઉત્તર પોલીસે લૂંટના આરોપી પાસેથી શંકાસ્પદ મોટર સાયકલ ઝડપી પાડ્યું

બનાસકાંઠા પોલીસ ગુનાખોરી ડામવા અને વણ શોધાયેલા ગુનાઓને ઉકેલવા માટે કડક કાર્યવાહી કરી રહી છે, જેના ભાગરૂપે ડીસા શહેર ઉત્તર પોલીસે લૂંટના ગુનામાં અગાઉ પકડાયેલા એક આરોપી પાસેથી શંકાસ્પદ ચોરીનું મોટર સાયકલ ઝડપી પાડ્યું છે. આ મોટરસાયકલની કિંમત રૂ.35,000/- આંકવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન, ડીસા ગાયત્રી મંદિર ચાર રસ્તા પાસે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી દશરથસિંહ શાન્તુભા સોલંકી (દરબાર, રહે. ખીંમત, તા. ધાનેરા) આખોલ ચાર રસ્તા તરફથી હોન્ડા કંપનીનું એક મોટર સાયકલ લઈને આવતો દેખાયો. આ મોટર સાયકલ પર આગળ-પાછળ નંબર લગાવેલ ન હોવાથી તે શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકાવ્યો હતો.મોટર સાયકલ રોકાવીને આરોપી પાસેથી તેના સાધનિક કાગળો માંગતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. આથી, સદરહુ ઈસમ વિરુદ્ધ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧), ઈ, ૧૦૬ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર