રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !

સિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !

ક્રિષા બીજવાણીએ આફ્રિકામાં તાલીમ પૂરી કરી માતાના સંઘર્ષને અને પિતાના સપનાને સાકાર કર્યું

સિદ્ધપુરમાં એક સામાન્ય પાનનો ગલ્લો ચલાવનાર પિતાની પુત્રી ક્રિષા મહેશકુમાર બીજવાણીએ કોમર્શિયલ પાયલોટની તાલીમ પૂરી કરી દક્ષિણ આફ્રિકાથી પાયલોટ નું લાયસન્સ મેળવી માતાના સંઘર્ષને અને પિતાના સપનાને સાકાર કરતાં સિદ્ધપુરના લોકો સહિત સ્થાનિક સમાજમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

ક્રિષાના પિતા મહેશકુમાર બીજવાણી સિદ્ધપુરમાં પાનનો ગલ્લો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ સેલ્સમેન તરીકે પણ કામ કરે છે. ક્રિષાની તેની માતા ભૂમિબેન બીજવાણી બ્યુટી પાર્લર ચલાવીને પરિવારને આર્થિક મદદ કરે છે. પરિવારની આવક ઓછી હોવા છતાં, દીકરીના પાયલોટ બનવાના સપનાને પૂરું કરવા માટે માતા-પિતાએ તાલીમનો ખર્ચ ઉઠાવ્યો હતો. ક્રિષાએ કોમર્શિયલ પાયલોટ બનવા માટેની બધી જરૂરી અને મુશ્કેલ પ્રક્રિયાઓ પૂરી કરી છે. તેણે આફ્રિકામાં રહીને નિર્ધારિત સમયમાં ઉડાન તાલીમ પણ પૂરી કરી. તાલીમ પૂરી થતાં તેને સત્તાવાર રીતે કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મળ્યું છે. સિદ્ધપુરના સિંધી સમાજમાંથી આ સ્થાન મેળવનાર ક્રિષા પહેલી દીકરી બની છે. આ સિદ્ધિ બદલ સ્થાનિક આગેવાનો અને પરિવારે ક્રિષાને શુભેચ્છા પાઠવી તેની પ્રગતિની કામના વ્યકત કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Sidhpur

સંબંધિત સમાચાર