દાંતીવાડા તાલુકા કક્ષાનો સેવાસેતુ 2.0 (ગ્રામ્ય) કાર્યક્રમ શુક્રવારે પાંથાવાડા પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા ખાતે યોજાયો હતો. સરકાર દ્વારા અમલમાં મુકાતી વિવિધ લોકોપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ તેમજ વહીવટ સંબંધિત પ્રજાના પ્રશ્નોનો ન્યાયિક, ચોક્કસ અને ઝડપી ઉકેલ લાવવા માટે આ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. દાંતીવાડા તાલુકાના સાંતરવાડા, લાખનાસર, મોટી મહુડી, નાની મહુડી, પાંસવાળ, રામપુરા (પાંસવાળ), આકોલી, ભીલડા, ઝાત, ભાડલી (ઝાત) અને સાતસણ ગામોને ક્લસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તાલુકાના છેવાડાના એકપણ સાચા લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે હેતુસર દાંતીવાડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ઘરઆંગણે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓએ આધાર કાર્ડ, રેશન કાર્ડ, આરોગ્ય, વીજળી સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.
દાંતીવાડા તાલુકા કક્ષાનો સેવાસેતુ 2.0 (ગ્રામ્ય) કાર્યક્રમ પાંથાવાડા ખાતે યોજાયો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
16 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં શોર્ટ-સર્કીટથી આગ: રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકતાં લોકોમાં દોડધામ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાંથાવાડા: LCBનો ફિલ્મી પીછો; દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મૂકી બુટલેગરો ફરાર, રૂ. 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
