રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમાં સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવાના મુદ્દે સાયબર ક્રાઇમમાં ફરિયાદ

પાલનપુરમાં સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવાના મુદ્દે સાયબર ક્રાઇમમાં ફરિયાદ
પાલનપુર માનસરોવરના નામે મોટુ કૌભાંડના ખોટા સમાચાર ઈન્સ્ટાગ્રામ આઈડી પર નગરપાલિકાને બદનામ કરવાના ઇરાદે પોસ્ટ મૂકી પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ માનસરોવરના નામે મોટુ કૌભાંડના ખોટા સમાચાર ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરતા આઈડી સંચાલક સામે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ નોંધવા લેખિત જાણ કરવામાં આવી છે. પાલનપુર શહેરમાં ઈન્સ્ટાગ્રામ ઉપર અસંખ્ય લોકો રીલો બનાવી રહ્યા છે. જેમાં કેટલીક આઈડી ના સંચાલકો દ્વારા તપાસ કર્યા વગર જ મન ફાવે તેમ ઈન્સ્ટાગ્રામ નો ઉપયોગ કરી તેના ઉપર તપાસ કર્યા વગર ખોટા સમાચારો અપલોડ કરતા હોય છે એ જ રીતે પાલનપુર શહેરમાં સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર પ્રસિદ્ધ કરનાર ઈન્સ્ટાગ્રામ આઈડી સંચાલક સામે ફરિયાદ નોંધવા માટે ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે ઈન્સ્ટાગ્રામ પર પાલનપુર મીડિયા આઈડી પર તા. 16 મે 2025 ના રોજ માનસરોવરના નામને મોટું કૌભાંડ વાળા હેડિંગથી પોસ્ટ મૂકી જે તે એકાઉન્ટ હોલ્ડર દ્વારા નગરપાલિકાની બદનામી કરવા ના હેતુ આવા સમાચારો કોઈપણ આધાર પુરાવા વગર ઈન્સ્ટાગ્રામ ઉપર પબ્લિસ કરવામાં આવેલ છે. જેમાં પોસ્ટમાં દર્શાવેલ કામગીરી માટે કોઈપણ ગ્રાન્ટ ફાળવવામાં કે ખર્ચ કરવામાં આવેલ નથી જે પોસ્ટમાં દર્શાવેલ ખર્ચ બાબતે અત્રે નો કોઈ સ્પષ્ટતા તેમના દ્વારા મેળવ્યા વગર જ મનસ્વી રીતે નગરપાલિકાની છબીને બદનામ કરવાના આશયથી કોઈ જ ચોક્કસ આધારો વિના ખોટા સમાચાર પ્રસિદ્ધ કરેલ હોય પાલનપુર મીડિયા નામના ઈન્સ્ટાગ્રામ ના એકાઉન્ટ હોલ્ડર પર સાયબર ક્રાઇમની જોગવાઈઓ હેઠળ ધોરણસરની ફરિયાદ દાખલ કરવા લેખિત જાણ કરાઇ છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર