રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુરમાં સ્માર્ટ મીટરથી ગ્રાહકો પરેશાન : જીઈબી કચેરીએ ધરમ ધક્કા ખાતા ગ્રાહકોમાં રોષ

રાધનપુરમાં સ્માર્ટ મીટરથી ગ્રાહકો પરેશાન : જીઈબી કચેરીએ ધરમ ધક્કા ખાતા ગ્રાહકોમાં રોષ
રાધનપુરમાં સ્માર્ટ મીટર વિવાદ ગરમાયો, ગ્રાહકો ધંધા રોજગાર છોડી ત્રણ ત્રણ દિવસ કચેરીએ ચક્કર લગાવવા મજબુર બન્યા સ્માર્ટ મીટર બંધ કરવા રાધનપુર તાલુકામાં ઉઠી માંગ: કોન્ટ્રાક્ટરની બેદરકારીથી દેવગામ સહિત અનેક ગામોમાં ગ્રાહકો પરેશાન પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ મીટર લાગ્યા બાદ બિલની ગડબડ, ટેકનિકલ ખામીઓ અને વહીવટી બેદરકારીના કારણે સામાન્ય ગ્રાહકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. અનેક ગ્રાહકોનો આક્ષેપ છે કે તેઓ દ્વારા વીજબીલની ચુકવણી કરવામાં આવી હોવા છતાં મોબાઇલમાં ફરીથી નવું બિલ દર્શાવાતા લોકો ચિંતિત બન્યા છે. રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટરની કામગીરી દરમિયાન જીઈબી અને તેના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે યોગ્ય તપાસ અને તકેદારી વિના મીટર લગાવવામાં આવતા બિલિંગ સિસ્ટમમાં ગડબડ સર્જાઈ રહી છે. પરિણામે ગ્રાહકોને વારંવાર જીઈબી કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે.રાધનપુરના દેવગામ ગામના એક ગ્રાહક બાબુભાઈ બજાણિયાએ આક્ષેપ કર્યો છે કે તેઓએ 2100 રૂપિયા વીજબીલ ભર્યા હોવા છતાં તેમના મોબાઇલમાં ફરીથી 200 રૂપિયાનું નવું બિલ દર્શાવાયું હતું. રાધનપુર તાલુકાના દેવગામ ખાતે વિજ સ્માર્ટ મીટર ગ્રાહક બાબુભાઇ બજાણીયાને બીજાના નામનું બિલ આવતા ગ્રાહકે જીઈબી કર્મચારીને જણાવ્યું હતું. અને વિધુતબોર્ડ માં જાણ કરવામાં આવી હતી. ત્યારે કર્મચારી દ્વારા યોગ્ય જવાબ ન મળ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ ઉપરથી ગ્રાહકને અન્ય 1300 રૂપિયા ચૂકવવાનું કહેતા ભારે કુતુહુલ સર્જાઈ હતી.જ્યારે ગ્રાહકએ જણાવ્યું હતું કે, આ બિલ જ઼ મારાં નામનું નથી તો હુ રકમ કેમ ભરું અને મારું વિજબીલ 2100 રૂપિયા તો ભર્યા છૅ તેમ છતાં 200 રૂપિયા પણ વધારાના મોબાઈલમાં બિલ આવ્યું એ પણ ભર્યું છૅ આ સમગ્ર મામલે ગ્રાહક પરેશાન છૅ ત્યારે જીઈબી કચેરીએ સતત ગ્રાહક લાઈનોમાં ઉભા રહી ધંધા રોજગાર ખોરવી આવતા હોય આ સ્માર્ટ મીટર બંધ કરવા માંગ કરી રહ્યા છૅ. આ અંગે રજૂઆત કરવા તેઓને પોતાનો ધંધા-રોજગાર બંધ કરી સતત ત્રણ દિવસ સુધી જીઈબી કચેરીના ચક્કર લગાવવા પડ્યા હોવા છતાં યોગ્ય ઉકેલ મળ્યો નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સ્માર્ટ મીટર લાગ્યા બાદ બિલ સંબંધિત ગેરસમજ અને ટેકનિકલ ખામીઓ વધતી જઈ રહી છે. ઘણા વિસ્તારોમાં સ્માર્ટ મીટર બંધ થઈ જતા ગ્રાહકો દિવસભર પરેશાન થતા જોવા મળે છે. કેટલાક કિસ્સામાં તો મીટર અને ગ્રાહકના નામ વચ્ચે પણ ગડબડ સર્જાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. સ્માર્ટ મીટરની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે ગ્રાહકો હવે ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર સિસ્ટમના કારણે સામાન્ય ગ્રાહકોને અનાવશ્યક તકલીફો સહન કરવી પડી રહી છે અને જીઈબી કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. આ સમગ્ર મામલે રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટર બંધ કરવાની માંગ ઉઠી રહી છે. અનેક ગ્રાહકો અને સ્થાનિક લોકોએ જૂના મીટર સિસ્ટમ ફરી શરૂ કરવાની માંગ કરી છે. અને વીજ વિભાગ દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગ્રાહકો દ્વારા ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે.      
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર