રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અમીરગઢ

નશાના વેપાર પર હથોડો: બનાસકાંઠા પોલીસે અમીરગઢ બોર્ડર પર લાખોનું ચરસ અને પિસ્તોલ ઝડપી પાડી

નશાના વેપાર પર હથોડો: બનાસકાંઠા પોલીસે અમીરગઢ બોર્ડર પર લાખોનું ચરસ અને પિસ્તોલ ઝડપી પાડી

લક્ઝરી બસમાંથી 13 કિલો ચરસ, પિસ્તોલ-16 કારતૂસ સાથે એક ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પોલીસે ₹34.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 24 એપ્રિલના રોજ સઘન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી 13 કિલો 780 ગ્રામ ચરસ, એક દેશી પિસ્તોલ અને 16 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન, જ્યારે પોલીસે લક્ઝરી બસની અંદર પહોંચીને ચેકિંગ શરૂ કર્યું, ત્યારે એક મુસાફર પાસેથી આ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી.આરોપીની ઓળખ મુકેશ પ્રકાશ તરુણ પ્રસાદ તરીકે થઈ છે, જે બિહારનો રહેવાસી છે અને જયપુરથી આ બસમાં મુસાફરી કરી રહ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી છે. જોકે, તેની સાથે મુસાફરી કરી રહેલો અન્ય એક પેસેન્જર, વિકી કુમાર, પોલીસ ચેકિંગ શરૂ થતાં જ નાસી છૂટ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુકેશ કુમાર દ્વારા આ ચરસ, હથિયાર અને કારતૂસ પુણેમાં મોહમ્મદ ખાલિદ યુનુસ ભાઈને પહોંચાડવાના હતા. મોહમ્મદ ખાલિદ યુનુસ ભાઈ મૂળ પાટણના રહેવાસી છે. અને પોલીસે તેમને પણ હાલમાં ડિટેઈન કર્યા છે.આ કેસમાં આગળની કાર્યવાહી અને પૂછપરછ ચાલુ છે. તપાસ દરમિયાન આ ચરસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, કઈ રીતે અને કયા સ્થળે લઈ જવાનું હતું તે અંગે વધુ વિગતો બહાર આવશે. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત આશરે ₹34,70,000 આંકવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર