ડીસામાં કથિત રીતે ફટાકડાના એક વેપારી પાસે ખંડણી માંગવા અંગે નોંધાયેલી ફરિયાદના મામલામાં સંડોવાયેલા ચાર પત્રકારોને આજે સોમવારે બીજી મુદતે ડીસાની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના જામીન ફરી એકવાર નામંજૂર કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ફટાકડાના વેપારીએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક પત્રકારો દ્વારા તેમને ધમકાવીને ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે દક્ષિણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને કુલ છ પત્રકારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તપાસ દરમિયાન ચાર પત્રકારોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આ ચાર પત્રકારોને અગાઉ પ્રથમ મુદતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે પણ કોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા. જામીન માટે આજે બીજી વાર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જ્યાં બંને પક્ષોની દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડીસા કોર્ટના જજે આ ચારેય પત્રકારોના જામીન નામંજૂર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જામીન અરજી ફગાવતા, કથિત ખંડણી કેસમાં ઝડપાયેલા આ પત્રકારોને હાલ જેલમાં જ રહેવું પડશે. પોલીસ દ્વારા અન્ય બે ફરાર પત્રકારોને ઝડપી પાડવાની કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે. આ કેસની આગળની કાર્યવાહી હવે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
ડીસામાં ચાર પત્રકારના જામીન કોર્ટે ફરી ફગાવ્યા

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
10 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
10 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
