રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | દાંતીવાડા

કોમ્પ્યુટર ઓપરેટરે દાંતીવાડા તાલુકા પંચાયતની કચેરીમાં ગળે ફાંસો ખાઈ મોત વહાલું કર્યું

કોમ્પ્યુટર ઓપરેટરે દાંતીવાડા તાલુકા પંચાયતની કચેરીમાં ગળે ફાંસો ખાઈ મોત વહાલું કર્યું
રજાના દિવસે કોમ્યુટર ઓપરેટ તાલુકા પંચાયત કચેરીના રૂમમાં આપઘાત કર્યો; દાંતીવાડા તાલુકા પંચાયતના કોમ્યુટર ઓપરેટરે કચેરીમાં રજાના દિવસે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.ઘટના સ્થળે પહોચેલી સ્થાનિક પોલીસે પરિવારની હાજરીમાં મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે કોમ્પ્યુટર ઓપરેટરે આત્મહત્યા કેમ કરી તેનો ખુલાસો થયો નથી. આ ઘટનાને પગલે પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા અને આક્રંદ કરતા જોવા મળ્યા હતા. દાંતીવાડા તાલુકા પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ચોડુંગરી ગામના જયેશ ઠાકરનો મૃતદેહ રવિવારના તાલુકા પંચાયતના કોમ્પ્યુટર રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે કોમ્યુટર ઓપરેટ જયેશ ઠાકર શનિવારના ઘરેથી ગાયબ હતા. જેમની શોધખોળ આદરતા રવિવારના તાલુકા પંચાયત કચેરીએ તપાસ કરતા તેમની કાળા કલરની ઈકો સ્પોર્ટ કાર કચેરીના બહાર પાર્ક કરેલ હતી.જે બાદ કચેરીના અંદર પહોંચી તપાસ કરતા જયેશ ઠાકર કોમ્યુટર રૂમમાં પંખા સાથે રૂમાલ વડે આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી.પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિવાર અને તાલુકા પંચાયત કચેરીના સ્ટાફની હાજરીમાં જયેશ ઠાકરના મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે દાંતીવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. જોકે કોમ્યુટર ઓપરેટ જયેશ ઠાકરને એવું તો શું દુઃખ પડ્યું કે તેણે રજાના દિવસે તાલુકા પંચાયત કચેરીના કોમ્યુટર રૂમમાં પંખે લટકી આત્મહત્યા કરવી પડી .જેથી આત્મહત્યાનું રહસ્ય અંકબંધ છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર