રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણની ભગવતી સ્કૂલમાં સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરાયાની ફરિયાદ નોંધાઈ

પાટણની ભગવતી સ્કૂલમાં સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરાયાની ફરિયાદ નોંધાઈ
પૂર્વ શિક્ષિકા સહિત પાંચ લોકો સામે જાતિ વિષયક અપમાન અને તોડફોડનો ગુનો દાખલ કરાયો; પાટણની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં સફાઈ કર્મચારી સાથે જાતિ વિષયક અપમાન અને તોડફોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં 16 વર્ષથી સફાઈ કામદાર તરીકે કાર્યરત તારાબેન વાલ્મીકીએ પાંચ લોકો સામે પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગત તા. 26 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે દોઢ વાગ્યે શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા પૂર્વીબેન દવે, ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવર્ષભાઈ પંડ્યા, કુણઘેર ગામના મયુરભાઈ નાયક અને બે અજાણી મહિલાઓ શાળામાં પ્રવેશ્યા હતા. તે સમયે તારાબેન આચાર્યની ઓફિસ પાસે સફાઈ કરી રહ્યા હતા ત્યારે આ લોકોએ બૂમાબૂમ શરૂ કરી હતી. ઘટના દરમિયાન તારાબેનનો હાથ અજાણતા મયુરભાઈને અડી જતાં તેમણે તારાબેનને જાતિ વિષયક અપમાનિત કર્યા હતા. મયુરભાઈએ તેમને નહાવું પડશે તેવી વાત કરી અને ધમકી આપી હતી. પૂર્વીબેન દવેએ પણ તારાબેનને જાતિ વિષયક અપમાન કર્યું. મયુરભાઈએ શિક્ષકો અને આચાર્ય સામે ગાળાગાળી કરી અને બાંકડા પરથી પુસ્તકો ફેંકી દીધા હતા. આ બાબતે તારાબેન દ્રારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં પૂર્વીબેન દવે, દેવર્ષભાઈ પંડ્યા, મયુરભાઈ નાયક અને બે અજાણી મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર