રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

છાપી પોલીસે એક સપ્તાહ પૂર્વે બનેલ ઘટનામાં યુવક ને માર મારનાર ત્રણ ઇસમોની અટકાયત

છાપી પોલીસે એક સપ્તાહ પૂર્વે બનેલ ઘટનામાં યુવક ને માર મારનાર ત્રણ ઇસમોની અટકાયત
એક સપ્તાહ પૂર્વે બનેલ ઘટના ના પંથક માં ઘેરાપ્રત્યાઘાત પડતા પોલીસ અને સરકાર એક્શન માં આવી વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર કેટલાક અસામાજિક તત્વો એ એક દલિત યુવક ને ઘેરી માર મારી વિડીયો બનાવી સોશિયલ મીડિયા માં વાયરલ કરતા છાપી પોલીસે શુક્રવારે ત્રણ ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર ગત ૩૧/૮/૨૦૨૫ ના રોજ એક યુવક અને મુસ્લિમ યુવતી ને સાથે જોઈ કેટલાક મુસ્લિમ યુવકો નું ટોળું એકઠું થઈ યુવક ને માર મારી તેનો વીડિયો બનાવી શોશીયલ મીડિયા માં વાયરલ કરતા પંથક માં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના ને લઈ છાપી પોલિસ હરકત માં આવી ગત બુધવારે પોલીસ ફરિયાદી બની ફરિયાદ નોંધી વીડિયો ની તપાસ કરી શુક્રવારે ત્રણ ઈસમોની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.અને આ ઘટના માં  સંડોવાયેલ અન્ય ઈસમો ની અટકાયત કરવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જ્યારે વીડિયો માં એક ઇસમ આસિફ આસિફ ની બુમો પાડતો સંભળાયો હતો  જેની પણ સઘન તપાસ કરવા લોક માંગ ઉઠવા પામી છે. અટકાયત કરાયેલ ઈસમો ના નામ (૧) અફનાન અબ્બાસ મેમન રહે. છાપી.તા.વડગામ (૨) જાહિદ ઇશાક માંકણોજીયા રહે.રજોશણા તા.વડગામ (૩)આદિલ અબ્દુલ મજીદ માંકણોજીયા રહે. રજોસણા તા.વડગામ  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર