રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિદ્ધપુર પાસે કાર બેકાબૂ: અકસ્માતમાં ૧૬ વર્ષના કિશોરનું કમકમાટીભર્યું મોત

સિદ્ધપુર પાસે કાર બેકાબૂ: અકસ્માતમાં ૧૬ વર્ષના કિશોરનું કમકમાટીભર્યું મોત

અકસ્માતમાં એક મહિલા પણ ઇજાગ્રસ્ત બની ચાલક સામે ગુનો દાખલ

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ પાસે એક ભયાનક કાર અકસ્માત થયો હતો. કનેસરાથી નેદ્રા જતા રોડ પર હોન્ડા સિટી કાર ઓરડીની દિવાલ અને પાર્ક કરેલી બાઇક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં 16 વર્ષના કિશોર ધનરાજ સોમાજી ઠાકોરનું મોત થયું હતું.જયારે કારમાં સવાર એક મહિલાને પણ ઈજા થઈ હતી.આ અકસ્માત ની પોલીસ મથકે ફરિયાદ નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

બનાવની મળતી માહિતી મુજબ ડેર ગામના સહદેવજી જામતાજી ઠાકોર પોતાની હોન્ડા સિટી ગાડી (નંબર HR26BJ8157) પુરઝડપે ચલાવી રહ્યા હતા. કનેસરાથી નેદ્રા જતા રોડ પર વળાંક પાસે તેમણે કાર પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલી એક ઓરડીની દિવાલ અને ત્યાં ઉભેલી બાઇક સાથે જોરથી અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઓરડીની દિવાલ અને બાઇકને મોટું નુકસાન થયું હતું.

અકસ્માતમાં કારની આગળની સીટ પર બેઠેલા ડેર ગામના 16 વર્ષના ધનરાજ સોમાજી ઠાકોરને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. કારચાલકની પત્ની કેસરબેન પણ પાછળની સીટ પર બેઠા હતા અને તેમને પણ ઈજા પહોંચી હતી.સ્થાનિક લોકો તરત ઘટનાસ્થળે ભેગા થયા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં ડોક્ટરે ધનરાજ ઠાકોરને મૃત જાહેર કર્યા હતા.મૃતકના કાકા કનુજી મેતાજી વાઘાજી ઠાકોરે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે હોન્ડા સિટી કારના ચાલક સહદેવજી જામતાજી ઠાકોર સામે બેદરકારીથી વાહન ચલાવી મોત નીપજાવવા બદલ ગુનો નોંધાવ્યો છે.સિદ્ધપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર