ડીસા તાલુકાના લુણપુર ગામમાં પંચાયતના બોરવેલના કેબલની ચોરીના બનાવો વારંવાર બનતા ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ફરી એકવાર ત્રીસથી ચાલીસ મીટર કેબલની ચોરી થતાં ગામમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. આ અગાઉ પણ અનેક વખત આવી ચોરીઓ થઈ છે, જે અંગે પોલીસ તંત્રને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ દ્વારા પોલીસને લેખિત જાણ કરવામાં આવી છે, છતાં ચોરીના બનાવો અટકતા નથી. ગ્રામજનોએ આ મામલે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને ચોરી અટકાવવા કડક પગલાં ભરે તેવી માગણી કરી છે. આ વારંવાર બનતી ઘટનાથી ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે.
ડીસાના લુણપુર ગ્રામ પંચાયતમાં કેબલની ચોરી

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
