રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ18 જૂન, 2025| Super Admin

પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી બ્રાહ્મણવાડાની પુત્રવધુની લાશને ડીએનએ ટેસ્ટ બાદ પરિવારજનોને સોંપાઈ

પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી બ્રાહ્મણવાડાની પુત્રવધુની લાશને ડીએનએ ટેસ્ટ બાદ પરિવારજનોને સોંપાઈ
પોલીસ એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સમાં જૈમિની ચૌધરીના મૃતદેહને બ્રાહ્મણવાડા લવાતા પરિવારજનો સહિત ગ્રામજનોમાં આક્રંદ છવાયું. પતિએ છેલ્લી વાર ચહેરો જોવાની ઇચ્છા વ્યક્ત કરી પરંતુ મૃતદેહની સ્થિતિને કારણે કોફિન સાથે જ અંતિમ સંસ્કાર કરાયા; અમદાવાદમાં ૧૨ જૂને બનેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડાની પુત્રવધૂ જૈમિની ચૌધરી નો મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ બાદ બુધવારે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ડીએનએ પરીક્ષણ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી પોલીસ એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સમાં જૈમિની ચૌધરી ના મૃતદેહને બ્રાહ્મણવાડા લાવવામાં આવ્યો હતો. ઘરે પહોંચતાં જ પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયું હતું. બે વર્ષ બાદ વતન આવેલી જૈમિની લંડન પરત ફરી રહી હતી અને અમદાવાદ થી વિમાન ટેક ઓફ થયા ની થોડીક જ મિનિટ માં વિમાન ક્રેશ થયાની દુર્ઘટના ના સમાચાર સાંભળી લંડનથી તેના પતિ ગુંજનકુમાર પણ વતન આવી પહોંચ્યા હતા. મૃતદેહ એટલો બળી ગયો હતો કે પરિવારજનોને અંતિમ દર્શન પણ શક્ય ન બન્યા. ગામના સ્મશાને પહોંચ્યા બાદ પતિએ છેલ્લી વાર ચહેરો જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ મૃતદેહની સ્થિતિને કારણે કોફિન સાથે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે પતિ સહિત પરિવારજનોના રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગાં-સંબંધીઓએ પરિવારને સાંત્વના પાઠવી મૃતાત્મા ના આત્મા ની શાંતિ અર્થે પ્રાર્થના વ્યકત કરી હતી.

સંબંધિત સમાચાર