રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના મિની વેકેશન બાદ લાભ પાંચમથી બજારો ખુલી

બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના મિની વેકેશન બાદ લાભ પાંચમથી બજારો ખુલી

 વિક્રમ સવંત ૨૦૮૩ ના વર્ષના લાભ પાંચમના વણ જોયા મુહર્ત માં દુકાનદારોએ શુભ મુહૂર્ત કરી નવા વર્ષના ધંધા રોજગાર ચાલુ કર્યા જેના કારણે દિવાળીના મિની વેકેશન બાદ ફરીવાર બજારોમા વેપારીઓ દ્વારા ધંધા રોજગાર નું મુહૂર્ત કરતા બજારોમાં ધમધમાટ જોવા મળશે.

આપણા હિન્દુ શાસ્ત્રોમાં મુહૂર્ત નું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે  વેપારીઓ દુકાનદારોએ લાભ પાંચમને શનિવારના શુભ મુહૂર્ત માં પેઢીઓ દુકાનો આફીસો ખોલી નવા વર્ષના ધંધાની શરૂઆત કરી હતી. ત્યારે આવતીકાલે સોમવારથી ધંધો રોજગાર ધમધમવા લાગશે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળીથી લાભપાંચમ સુધી શહેરોની મુખ્ય દુકાનો, કારખાનાઓ, પેઢીઓમાં વેપાર-ધંધા બંધ રહેતા હોય છે. ત્યારે લાભ પાંચમ ના શુભ મુહૂર્તમાં પૂજન અર્ચન સાથે વેપાર ધંધાનો પુન આરંભ કરતા હોય છે. શનિવારને લાભ પાંચમના દિવસે પેઢીઓ ના મુહૂર્ત કર્યા છે. જેથી ફરી પાછી દિવાળીના વેકેશન બાદ ડીસા સહિત જીલ્લાની બજારો પણ ધમધમવા લાગશે.

દિવાળીના મિની વેકેશનમાં વેપારીઓ સહિત કારીગરો બહાર ફરવા જતા હોય છે. અને રજાઓનો આનંદ માણતા હોય છે. વર્ષ દરમિયાન સતત ધંધા-વેપારમાં રચ્યા પચ્યા રહેતાં લોકો દિવાળીના દિવસોમાં પરિવાર સાથે હરવા-ફરવા જેતા હોય છે. જેથી બજારો પણ સુમસામ જોવા મળતી હોય છે પરંતુ ફરી એકવાર નવા મુહૂર્તમાં પેઢીઓ દુકાનો ઓફિસો ખુલી રાબેતા મુજબ ધંધા-રોજગાર સંભાળી લેતા બજારોમાં રોનક જોવા મળશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર