પાટણ શહેર અને જિલ્લામાં અસામાજીક તત્વોની યાદીમાં નામ ધરાવતા અને વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી/વેચાણની પ્રવૃત્તિ કરતાં બોકરવાડાના બુટલેગરને પાટણ એલસીબી ટીમે અટકાયત કરી પાસા હેઠળ મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેર અને જિલ્લામાં અસામાજીક તત્વોની યાદીમાં નામ ધરાવતા અને પ્રોહી બુટલેગીંગ ની ગે.કા. પ્રવૃત્તિ કરતાં ઈસમો વિરુધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા પોલીસ મહાનિર્દેશક અને જિલ્લા પોલીસ વડાએ આપેલ સુચના આધારે વિદેશી દારુના વેચાણ કરવાની ગે.કા. પ્રવૃત્તિ કરનાર ઈસમ સદ્દામહુસેન કયુમુદ્દીન શરીફુદ્દીન ફારૂકી ઉ.વ.૩૫ રહે.પાટણ મોટા મદ્રેસા બોકરવાડો તા.જી.પાટણ વાળા વિરૂધ્ધમાં એલસીબી પાટણનાઓના સુપરવિઝન હેઠળ પી.સી.સી. સેલ પાટણ દ્વારા ઉપરોક્ત ઈસમના ગુનાહિત ઈતિહાસ આધારે તેના વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણનાઓએ સદ્દામહુસેન કયુમુદ્દીન શરીફુદ્દીન ફારૂકી નાને પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોવાનું જાણવા મળ્યું છે.





