ઊંઝા શહેરના મક્તુપુર રોડ પર આવેલા ઢેગ બિલ્ડીંગના હીરાના કારખાનામાંથી એક કર્મચારીની મોટરસાયકલની ચોરી થઈ છે. શિહી ગામના રહેવાસી ભરત રણછોડભાઈ પટેલ આ કારખાનામાં હીરા ઘસવાનું કામ કરે છે.13 મે 2025ના રોજ સવારે તેઓ પોતાની મોટરસાયકલ લઈને નોકરી પર આવ્યા હતા. તેમણે બાઈક કારખાનાના પાર્કિંગમાં મૂકી હતી. બપોરે જમવા માટે નીચે આવ્યા ત્યારે તેમની મોટરસાયકલ પાર્કિંગમાં જોવા ન મળી. તેમણે આસપાસ શોધખોળ કરી, પરંતુ મોટરસાયકલ મળી ન આવી.આ ઘટના અંગે ભરત પટેલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ચોરાયેલી મોટરસાયકલની કિંમત રૂપિયા 30,000 છે. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે.
ઊંઝામાં હીરાના કારખાના પાસેથી બાઈકની ચોરી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Unjha city#police investigation#Motorcycle Theft#Diamond Factory Incident#Employee Theft Report#Bharat Ranchhodbhai Patel#Parking Lot Security#Value of Stolen Property
સંબંધિત સમાચાર
પાટણપાટણના બાલીસણામાં 8 મજૂરોના નામે રૂ. 34.21 લાખની લોન કૌભાંડ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં દિવાળી પૂર્વે ચીલઝડપ અને પોકેટ મારી રોકવા એ-ડિવિઝન પોલીસે CCTV નિરીક્ષણ કર્યું
2 દિવસ પહેલા
પાટણપાટણ પોલીસે કલેક્ટર કચેરીમાં BDDS અને ડોગ સ્ક્વોડ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
4 દિવસ પહેલા
પાટણયુનિવર્સિટી MBBS ઉત્તરવહી કૌભાંડમાં પાર્થ મહેશ્વરી આખરે જેલહવાલે કરાયો
4 દિવસ પહેલા
