રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભુજ -બાન્દ્રા ટ્રેનનું ભાભર સ્ટોપેજ મળતાં સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટ્રેનનું સ્વાગત

ભુજ -બાન્દ્રા ટ્રેનનું ભાભર સ્ટોપેજ મળતાં સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટ્રેનનું સ્વાગત
વર્ષો જૂની માંગ સંતોષાતા નગરજનોમાં આનંદ: ભાભર રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા ભુજ -બાન્દ્રા ટ્રેનનું સ્ટોપેજ મળ્યા બાદ તારીખ ૨૪/૧/૨૫ ના રોજ રાત્રીના ૧૦.૨૦ કલાકે સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ટ્રેનનું સ્ટોપેજ થતાં જ લોકોએ ઉમળકાથી વધામણા કર્યા હતા. રાજકીય અને સેવાભાવી લોકો દ્વારા રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવને વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. રેલ્વે મંત્રીના આદેશથી મુંબઈ પશ્વિમ રેલ્વે વિભાગના જી.એમ.અશોક મિશ્રાએ સર્વે કરી ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ બાન્દ્રા ટ્રેનના સ્ટોપેજ માટે મંજૂરી આપી હતી. આ ભુજ બાન્દ્રા ટ્રેન અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવાર અને શુક્રવારે દોડે છે.ભાભર ખાતે રાત્રે ૧૦ કલાકે સ્ટોપેજ કરવામાં આવતા લોકોએ હર્ષ ભેર રેલ્વે ટ્રેનનું અગરબત્તી અને દિવો પ્રગટાવી આરતી ઉતારી ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ભાભરથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને પેંડા વહેચી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, હુકાંસિંહ રાઠોડ, એ. બી. પટેલ, અજય મોદી, સહિત રેલ્વે વિભાગના અધિકારીઓ, જૈન સમાજના આગેવાનો સહિત ગામ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરના આગેવાનો હાજર રહ્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર