રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભર પોલીસે બળાત્કારના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

ભાભર પોલીસે બળાત્કારના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
આરોપીની ઇન્સ્ટ્રાગ્રામ આઇડીની તપાસ કરવાની માંગ; ભાભર તાલુકાના ચચાસણા ગામના સાહિલજી માનાજી ઠાકોર નામના શખ્સે ગામની સગીરા ખેતરમાં ભેંસોને ચારો નાખવા ગયેલ તે વખતે તેની એકલતાનો લાભ લઈને બળજબરીથી તેની સાથે શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બિભિત્સ ફોટાઓ પાડી લીધા હતા.બાદમાં બ્લેક મેઇલ કરી તેમજ તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ભોગ બનનાર સાથે છ થી સાત વાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ. આ બાબતે સગીરાએ ભાભર પોલીસ મથકે આરોપી સાહિલજી ઠાકોર વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાતા તે નાસી ગયેલ પણ પોલીસે તપાસનો દૌર સતત ચાલુ રાખી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ઈન્સ્ટાગ્રામમા ૩ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. તેથી તેની ઈન્સ્ટાગ્રામ આઇડી તપાસમાં આવે તો ચોકાવનારા રહસ્યો બહાર આવે તેમ છે.અગાઉ પણ આ આરોપી વિવાદમા આવેલ છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર