રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 ફેબ્રુઆરી, 2026| Super Admin

ભાભર પોલીસે બોર્ડની પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી

ભાભર પોલીસે બોર્ડની પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી
- અલગ અલગ 6 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનો પ્રારંભ રાજ્યભરમાં આજે ધોરણ 10  તથા ધોરણ 12 ના બોર્ડની મહત્વપૂર્ણ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનના આ અત્યંત મહત્વના તબક્કાને ધ્યાનમાં રાખી ભાભર પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓને ઉત્સાહિત કરવા અને તણાવમુક્ત વાતાવરણ ઉભું કરવા અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચતા વિદ્યાર્થીઓને પી.આઈ એસ.ડી.ચૌધરી સહિત પોલીસ  કર્મચારીઓ દ્વારા ગુલાબનું ફૂલ બોલપેન અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભાભર શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારે જ પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સમયસર અને નિરાંતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવામાં આવી હતી. પોલીસના આ સહકારથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં વિશ્વાસ અને આનંદની લાગણી પ્રસરી હતી. પરીક્ષા કેન્દ્ર બહાર ઉભેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દરેક વિદ્યાર્થીને “ઓલ ધ બેસ્ટ” કહી શુભેચ્છા પાઠવી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાની પ્રેરણા આપી. અચાનક મળેલા આ સન્માન અને સ્નેહભર્યા સ્વાગતથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પોલીસના આ સકારાત્મક અભિગમથી તેમની પરીક્ષાનો ભય ઓછો થયો છે અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે પેપર લખવા જઈ રહ્યા છે. પોલીસ તંત્રના જણાવ્યા મુજબ બોર્ડ પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ રહેતું હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને પ્રોત્સાહન અને માનસિક સહારો આપવો સમાજની સંયુક્ત જવાબદારી છે. આ હેતુથી જ ભાભર પોલીસ દ્વારા “વિદ્યાર્થી મિત્ર પોલીસ” ભાવનાથી આ અનોખી પહેલ કરવામાં આવી છે. આગળના દિવસોમાં પણ પરીક્ષા સમયગાળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા તથા માર્ગદર્શન માટે પોલીસ તંત્ર સક્રિય રહેશે.વાલીજનો અને શાળાના શિક્ષકોએ પણ ભાભર પોલીસની આ પહેલને સરાહનીય ગણાવી હતી. વિદ્યાર્થીઓમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે છે અને મિત્રતા ભાવના મજબૂત બને છે.    

સંબંધિત સમાચાર