રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા5 જૂન, 2025| Super Admin

ભાભર; સફાઈના અભાવે ગ્રામ પંચાયત કચેરી ગંદકીમાં ગરકાવ,પાણી માટે પ્રજા અને પશુઓની રઝળપાટ

ભાભર; સફાઈના અભાવે ગ્રામ પંચાયત કચેરી ગંદકીમાં ગરકાવ,પાણી માટે પ્રજા અને પશુઓની રઝળપાટ
ભાભર તાલુકાના બરવાળા ગામે ભર ઉનાળે પીવાના પાણીનો કકળાટ એક મહિનાથી પાણી માટે પ્રજા અને પશુઓની રઝળપાટ; ભાભર તાલુકાના બરવાળા ગામમાં પીવાના પાણી માટે લોકોની વારંવાર લેખિત રજુઆત છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.તેથી પીવાના પાણી માટે લોકો છેલ્લા એક મહિનાથી રઝળપાટ કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતને પાણી મુદ્દે પ્રાથમિકતા અપાય છે અને સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જયારે ભાભર તાલુકાના બરવાળા ગ્રામ પંચાયતની અંદર અને આજુબાજુ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. ગામમાં અવાડા પણ સુકાભઠ હોઈ પશુઓ પાણી માટે તરસી રહયા છે.તેથી પશુપાલકો પાણી માટે પોકાર કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાભર તાલુકાની બરવાળા જેવી ગ્રામ પંચાયતોની ઓચિતિ મુલાકાત કરવામાં આવે તો ગામ લોકોની સુખાકારી માટે વપરાતી ગ્રાન્ટમાં થયેલા મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેવી શક્યતા છે. મીડિયા દ્વારા તલાટી કમ મંત્રી સમક્ષ સફાઈ- પાણીના પ્રશ્ન મુદે પુછાતા તેમણે જણાવ્યું કે ગામ લોકો દ્વારા મારાં પર 519 અરજીઓ કરી છે તો આવા ગામનો હું શા માટે વિકાસ કરું? તેવો ઉડાઉ જવાબ આપી ગામ લોકો સામે આક્રોશ ઠાલવ્યો હતો.

સંબંધિત સમાચાર