બનાસકાંઠા; થરાદના ડુવામાં હત્યા મામલે છ આરોપીઓની અટકાયત

બનાસકાંઠા ના થરાદના ડુવા ગામમાં લવ મેરેજની અદાવતમાં યુવતીના પરિવારના 12 શખ્સોએ યુવકના પિતાની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. લવ મેરેજની અદાવદમાં ઉશ્કેરાયા યુવતીના પરિવારે યુવકના પરિવાર પર હિચકારો હુમલો કરી યુવકના પિતાની હત્યા કરી હતી. આ મામલે 12 આરોપી સામે ગુનો નોંધી 6 આરોપીઓની અટકાયત કરી હતા જ્યારે ફરાર થયેલા 6 આરોપીને ઝડપવા 3 ટીમો બનાવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદના ડુવા ગામના યુવાનને પ્રેમ લગ્નમાં પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો છે. 20 દિવસ અગાઉ થરાદના ડુવા ગામના શ્રવણ ડાંગી નામના યુવકે પાવડાસણ ગામની સુખી વણકર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે આ પ્રેમ લગ્ન સુખીબેન વણકરના પરિવારને માન્ય ન હતો. જેથી સુખીબેન ના પરિવારે શ્રવણ ના પરિવાર સાથે મુલાકાત કરી પોતાની દીકરીને સાથે લઈ જવા માટે કહ્યું હતું પરંતુ સુખીબેન વણકર પોતાના પરિવાર સાથે જવા માટે તૈયાર ન હતા જેથી પરિવાર પોતાની દીકરી સુખીબેનને લીધા વગર પોતાના ગામ પાવડાસણ ખાતે પહોંચ્યા હતા.
ગાડીને ટક્કર મારી તિક્ષ્ણ હથિયારથી હુમલો: દરમિયાન ધાખા ડુવા રોડ પર શ્રવણની ગાડી ને ટક્કર મારી સુખીબેનના પરિવારજનો દ્વારા શ્રવણભાઈના પરિવાર પર લાકડી પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં શ્રવણભાઈના પિતા પ્રહલાદભાઈ ડાંગીના માથામાં તીક્ષ્ણ હથિયાર વાગી જતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત 3 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Banaskantha#violence#tharad#injuries#Criminal Investigation#Accused Arrested#Dhanera Referral Hospital#Fatal Attack#family feud#Duva Village#Love Marriage Feud#Sharp Weapons Attack
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
