રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા પોલીસે ગાંધીધામ NDPS કેસના સહ-આરોપીને ઝડપી પાડ્યો

બનાસકાંઠા પોલીસે ગાંધીધામ NDPS કેસના સહ-આરોપીને ઝડપી પાડ્યો

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (કચ્છ) હેઠળ નોંધાયેલા NDPS એક્ટ કેસમાં સંડોવાયેલા એક સહ-આરોપીને બનાસકાંઠા જિલ્લાની ડીસા શહેર ઉત્તર પોલીસે ઝડપી પાડી, ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે. સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજે ગુનાઓમાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં, ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.એલ. સોલંકી અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એચ. જારિયાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સ્ટાફના કર્મચારીઓએ સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (કચ્છ)ના ગુ.ર.નં. ૯૬૪/૨૦૨૫, NDPS એક્ટ કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ વિ. મુજબના ગુનાના સહ-આરોપી અતુલ ઉર્ફે રેસર રમેશભાઈ ઠાકોર, રહે. ડીસા નેહરુનગર ટેકરા, તા. ડીસા વાળાને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સુપરત કરવામાં આવ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર