રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં NEET-૨૦૨૫ની પરીક્ષા યોજવા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ

ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં NEET-૨૦૨૫ની પરીક્ષા યોજવા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ
પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રાજ્યકક્ષાએથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ જિલ્લામાં ૧૨ સેન્ટર ખાતે કુલ ૪,૯૩૧ વિદ્યાર્થીઓ NEET ૨૦૨૫ની પરીક્ષા આપશે; વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રતિવર્ષ NEETની પરીક્ષા યોજવામાં આવે છે. આ વર્ષે આગામી તા.૦૪ મે ૨૦૨૫ના (રવિવાર)ના રોજ આ પરીક્ષા યોજાવાની છે. NEET-૨૦૨૫ પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે રાજ્યકક્ષાએથી મુખ્ય સચિવ પંકજ જોષી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓ સાથે પરીક્ષાલક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત પરીક્ષા માટે નિમણૂક પામેલ જિલ્લાના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સ દરમિયાન પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગ રૂમ પર પુરતી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત, આરોગ્ય લક્ષી સુવિધાઓ, પીવાનું પાણી, વીજળી અને વાહન વ્યવહાર તથા પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસઓપી મુજબ પરીક્ષાલક્ષી કામગીરી કરવી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે જોવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા કલેકટર મિહીર પટેલએ જણાવ્યું હતું કે, NEET-૨૦૨૫ માટે જિલ્લા કક્ષાએ ક્લાસ ૦૧ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે. તમામ અધિકારી/કર્મચારીઓની તાલીમ પૂર્ણ કરાઈ છે. જિલ્લામાં ડીસા, દાંતીવાડા અને પાલનપુર ખાતે કુલ ૧૨ સેન્ટર પર ૪,૯૩૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમણે સંબંધીત અધિકારીઓને વીજળી, એક્સ્ટ્રા બસ, મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ, પાણી, સી.સી.ટી.વી મોનિટરીંગ સહિતની તમામ વ્યવસ્થાઓ અને વિધાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ના થાય તે જોવા માટે સૂચના આપી હતી. ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં NEET-૨૦૨૫ની પરીક્ષા યોજવા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, NEETના દરેક સેન્ટર પર ડી.વાય.એસ.પી, પી.આઈ.પી.એસ.આઈ તથા પોલીસ જવાનોની નિમણૂક કરાઈ છે. આ વિડિયો કોન્ફરન્સમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર