પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બાલીસણા ગ્રામ પંચાયત દ્વારા બાકી વેરા વસુલાત ઝુંબેશ દરમિયાન રૂ.૨.૫૦ લાખની વેરા વસુલાત કરાઈ

વેરા વસુલાત ઝુંબેશ ને લઈ બાકી વેરા મિલકત ધારકો મા ફફડાટ; પાટણ તાલુકાના બાલીસણા ગામે પંચાયત વેરાની બાકી વેરા વસુલાત કરવા માટે તાલુકા પંચાયત પાટણના અધિકારીઓ તથા તલાટી સહિત ની ટીમ દ્વારા બુધવારે ડોર ટુ ડોર કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એક જ દિવસ મા રૂ.૨.૫૦(અઢી લાખ) થી વધુની વેરા વસુલાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગામના બાકી વેરા મિલકત ધારકો દ્રારા તેઓનો વેરો સમયસર ભરાય તે માટે ગામ લોકો મા જાગૃતિ કેળવવામા આવતા બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એ કે ઠક્કર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી,જયેશભાઈ પટેલ,વિસ્તરણ અધિકારી તથા તલાટી કમ મંત્રીઓની ટીમ દ્વારા ધરે ધરે ફરીને ઝુંબેશ રૂપે વેરા વસુલાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#campaign#during#collected#tax collection#Balisana#Gram Panchayat#amounting#2.50 lakh#outstanding
સંબંધિત સમાચાર
પાટણપાટણના બાલીસણામાં 8 મજૂરોના નામે રૂ. 34.21 લાખની લોન કૌભાંડ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં દિવાળી પૂર્વે ચીલઝડપ અને પોકેટ મારી રોકવા એ-ડિવિઝન પોલીસે CCTV નિરીક્ષણ કર્યું
2 દિવસ પહેલા
પાટણપાટણ પોલીસે કલેક્ટર કચેરીમાં BDDS અને ડોગ સ્ક્વોડ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
4 દિવસ પહેલા
પાટણયુનિવર્સિટી MBBS ઉત્તરવહી કૌભાંડમાં પાર્થ મહેશ્વરી આખરે જેલહવાલે કરાયો
4 દિવસ પહેલા
