ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ પાસેના જુહી પેટ્રોલપંપમાં મેનેજર સહિત પાંચ શખ્સો સામે રૂ. 1.25 કરોડથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાત સાથે એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. આ મામલે મળતી માહિતી મુજબ મહેસાણાના દીપાબેન વિક્રમ લેઉવાએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. તેમણે વર્ષ 2017માં પીંપળ ગામની સીમમાં જુહી પેટ્રોલપંપ શરૂ કર્યો હતો. અનુભવના અભાવે તેમણે ઝીલીયાના અનિલ ઉર્ફે શૈલેષ બાબુભાઈ દેસાઈને મેનેજર તરીકે રાખ્યા હતા.દીપાબેને મેનેજર અનિલ પર વિશ્વાસ મૂકી બેંકના દસ્તાવેજો અને સહી કરેલા કોરા ચેક સોંપ્યા હતા. વર્ષ 2024ના અંતમાં મેનેજરે પંપ નુકસાનમાં હોવાનું જણાવી દીપાબેન પાસેથી અલગ-અલગ લોન લેવડાવી કુલ રૂ. 33.85 લાખ ધંધામાં નખાવ્યા હતા.તેમ છતાં પંપ નુકસાનમાં ચાલતો હોવાનું કહી મેનેજરે હિસાબ આપ્યો ન હતો.ફરિયાદીએ તપાસ કરતા જાણવા મળ્યું કે મેનેજર અનિલ ઉર્ફે શૈલેષે પેટ્રોલપંપના ઓનલાઈન પેમેન્ટના રૂ.74.48 લાખ સીધા પોતાના ખાતામાં લીધા હતા. આ ઉપરાંત પંપના ખાતામાંથી પોતાના ખાતામાં રૂ. 33.80 લાખ ટ્રાન્સફર કર્યા હતા. તેણે પોતાના ભત્રીજા રવિકુમાર વિષ્ણુભાઈ દેસાઈના ખાતામાં તેમજ અન્ય મિત્રોના ખાતામાં પણ રકમ ટ્રાન્સફર કરી કુલ રૂ. 1,25,83,545 ની છેતરપિંડી આચરી હતી.આ ઘટના દરમિયાન રમેશભાઈ અમરતભાઈ દેસાઈ,હમીરભાઈ રમેશભાઈ અને રમેશભાઈ કાનજીભાઈ નામના શખ્સોએ પંપ પર આવી ફરિયાદી દીપાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે દીપાબેનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો પણ ભાંડી હતી. ચાણસ્મા પોલીસે આ મામલે બી.એન.એસ. ની સાથે સાથે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ચાણસ્મા જુહી પેટ્રોલ પંપના મેનેજર સહિત 5 સામે રૂ.1.25 કરોડની છેતરપિંડી સાથે એટ્રોસિટીનો ગુનો નોંધાયો

સંબંધિત સમાચાર
પાટણ'એસટી બસની સવારી, સલામત સવારી'ના સૂત્રો પોકળ : મુસાફરોએ બસને ધક્કો મારી મુકામ સુધી પહોંચાડી
15 કલાક પહેલા
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
6 દિવસ પહેલા
