સિદ્ધપુરના સુજાણપુર હેલીપેડ ખાતે રૂ. 1.87 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફર્યું

સિદ્ધપુર પોલીસ દ્વારા વિવિધ ગુનામાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસે વિવિધ ગુનામાં જપ્ત કરેલ રૂ.1.87 કરોડના વિદેશી દારૂના જથ્થાનો ગુરૂવારે સુજાણપુર હેલીપેડ ખાતે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આશરે 32 હજાર જેટલી વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
સિદ્ધપુર પોલીસે વિવિધ ગુનાઓમાં પકડેલ મુદ્દામાલના નિકાલ માટે નામદાર કોર્ટમાંથી જરૂરી હુકમો મેળવવામાં આવ્યા હતા.અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.જે બાદ ગુરૂવારે 31,987 બોટલ વિદેશી દારૂ અને બીયરના ટીનનો નાશ કરાયો હતો. નાશ કરાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ.1,86,89,834 થાય છે.
આ કાર્યવાહી દરમિયાન સુરક્ષા અને પારદર્શિતા જાળવવા માટે વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની સમિતિ હાજર રહી હતી. સમિતિના અધ્યક્ષ તરીકે સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ સિદ્ધપુર જય બારોટ, નશા બંધી અને આબકારી વિભાગ પાટણના અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતા.
સંબંધિત સમાચાર
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
4 દિવસ પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
5 દિવસ પહેલા
પાટણપાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ
5 દિવસ પહેલા
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
6 દિવસ પહેલા
