HNGU સંલગ્ન કોલેજોમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે વધુ એક તક

13 જૂન સુધી GCAS પોર્ટલ પર ફોર્મ ભરી શકાશે : 50% બેઠકો ખાલી; પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નવી તક ઊભી થઈ છે. યુનિવર્સિટી સંલગ્ન 500 કોલેજોમાં 62,000 બેઠકો સામે માત્ર 31,118 ફોર્મ ભરાયા છે. આ સ્થિતિમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે GCAS પોર્ટલ ફરીથી ખોલવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ 29 મેથી 13 જૂન સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે. ફોર્મ વેરિફિકેશન 13થી 16 જૂન દરમિયાન કોલેજમાં જઈને કરાવવાનું રહેશે. બીજા તબક્કાની પ્રથમ મેરિટ યાદી 21 જૂને જાહેર થશે. મેરિટ યાદીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. 25 જૂને બીજી મેરિટ યાદી, 28 જૂને ત્રીજી મેરિટ યાદી અને 2 જુલાઈએ અંતિમ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના GCAS સેન્ટર ખાતે ફોર્મ ભરવા આવી રહ્યા છે. અનુસ્નાતક અભ્યાસક્રમો માટે પણ GCAS પોર્ટલ પર જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. હાલમાં ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે અને ટૂંક સમયમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.
ટેગ્સ:#Student Enrollment#HNGU Admissions#GCAS Portal#Undergraduate Courses#Admission Opportunity#Vacant Seats#Merit List Schedule#Form Filling Process#Postgraduate Admissions#Educational Opportunities#College Admission Process#Form Verification#Higher Education Access#Student Services
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
2 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
4 દિવસ પહેલા
