રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ14 નવેમ્બર, 2024| Super Admin

હારીજ ના સોઢવ માર્ગ પર ઇકો કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો

હારીજ ના સોઢવ માર્ગ પર ઇકો કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો

કુલ પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હારીજ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી: પાટણ જિલ્લાના હારીજ હાઇવે માર્ગ પર અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો  સર્જાતા હોય છે ત્યારે બુધવારે બપોરના સુમારે ચાણસ્માથી હારીજ તરફ જઈ રહેલ ઇક્કો કાર  અને રાધનપુર તાલુકાના જાવંત્રી ગામથી હિંમતનગરના પ્રાંતિજ તરફ મામેરુ લઈને જઈ રહેલા પીકઅપ ડાલા વચ્ચે  સોઢવ ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાતા કુલ પાંચ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થવા પામી હોવાનું જાણવા મળ્યું છે. 

અકસ્માતના બનાવ ની મળતી હકીકત મુજબ ચાણસ્મા તરફથી હારીજ તરફ જઈ રહેલ ઈકકો કાર અને રાધનપુર તાલુકાના જાવંત્રી ખાતે થી હિમંતનગરના પ્રાંતિજ ખાતે મામેરું લઈ જઈ રહેલ પિક અપ ડાલા વચ્ચે હારીજ તાલુકાના સોઢવ ગામ નજીક આવેલ લાખુરાજ પેટ્રોલ પંપ ની સામે અકસ્માત  સર્જાયો હતો જેમાં ઈકકોમાં સવાર ત્રણ લોકો અને પિકઅપ ડાલા માં સવાર બે લોકો મળીને કુલ પાંચ ઈસમોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્ત તમામને  108 મારફતે હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ હારીજ પોલીસને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી અકસ્માત ગ્રસ્ત વાહનોને રોડ સાઈડ થી દુર ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માત ના પગલે ધટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. અકસ્માતમાં બન્ને વાહનો ને ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#accident#Harij#pickup

સંબંધિત સમાચાર