અંબાજી-આબુરોડ હાઈવે પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. યુવકની કાર અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગુલાબ ખાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અંબાજી અને આબુરોડ વચ્ચેનો માર્ગ અનેક વળાંકો ધરાવે છે. આ કારણે અહીં વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. કેટલીક વાર બ્રેક ફેઇલ થવાના કારણે તો ક્યારેક ઓવરલોડ વાહનોને કારણે અકસ્માતો થાય છે.અકસ્માતમાં ઈટિયોસ કારને આગળના ભાગે મોટું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ માર્ગ પર વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ સલામતીના પગલાં લેવા માટેની માંગ કરી છે.
અંબાજી; સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત એકનું મોત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#accident#Emergency Response#Road Safety#Ambaji-Abu Road#Car Crash#Steering Control#Overloaded Vehicles#Traffic Accidents
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
4 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં શોર્ટ-સર્કીટથી આગ: રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકતાં લોકોમાં દોડધામ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાંથાવાડા: LCBનો ફિલ્મી પીછો; દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મૂકી બુટલેગરો ફરાર, રૂ. 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
