રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ21 સપ્ટેમ્બર, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચંદન રાઠોડ પરિવારને સહાય: માત્ર બે જ દિવસમાં રૂ.40 લાખથી વધુનું અનુદાન એકત્રિત

ચંદન રાઠોડ પરિવારને સહાય: માત્ર બે જ દિવસમાં રૂ.40 લાખથી વધુનું અનુદાન એકત્રિત

‘ગુજ્જુ લવ ગુરુ’ના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખના વાદળો, સોશિયલ મીડિયાના માધ્યમથી સહાયની સરવાણી

બેસણામાં રાજકીય આગેવાનો, કલાકારો અને મીડિયા જગતના લોકોએ અશ્રુસભર અંજલિ અર્પી 

વાવ-થરાદ જિલ્લાના સુઈગામના વતની અને સોશિયલ મીડિયા પર 20 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’નું ચાર દિવસ અગાઉ માર્ગ અકસ્માતમાં 38 વર્ષની યુવાન વયે કરુણ મોત થતાં સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી છે. ચંદન રાઠોડ પરિવાર પાછળ માતા-પિતા, પત્ની અને બે નાના બાળકોને વિલાપ કરતા છોડી ગયા છે. પરિવાર પર આવી પડેલા આ દુઃખના સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોનો આર્થિક સહયોગ પણ મળવા લાગ્યો છે.

સુઈગામ ખાતે યોજાયેલા સદગતના બેસણામાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી અને સ્વરૂપજી ઠાકોર, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત રાજકીય આગેવાનો, સિંગર મિત્રો, સોશિયલ મીડિયા વર્કરો, પત્રકારો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ચંદન રાઠોડને અશ્રુસભર શ્રદ્ધાંજલિ અર્પી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

સોશિયલ મીડિયામાં મળતી વિગતો અનુસાર, ચંદન રાઠોડના પરિવારને મદદરૂપ થવા માટે લોકો દ્વારા ઓનલાઈન માધ્યમથી તેમના પિતાના બેંક ખાતામાં બે દિવસમાં રૂ.40 લાખથી વધુની રકમ અનુદાન સ્વરૂપે આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. નાની ઉંમરે લોકપ્રિય બનેલા ‘ગુજ્જુ લવ ગુરુ’ પ્રત્યે લોકોમાં રહેલા પ્રેમ અને લાગણીના કારણે પરિવારને મદદ માટે મોટી સંખ્યામાં લોકો આગળ આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. બીજી તરફ, ચંદન રાઠોડની અંતિમયાત્રા અને અંતિમવિધિમાં પણ હજારોની જનમેદની ઉમટી પડી હતી. અને લોકોએ સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. સૌએ મનોરંજન વિશ્વનો એક સિતારો ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરી હતી.

ટેગ્સ:#Vav Tharad

સંબંધિત સમાચાર