રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
વાવ-થરાદ22 મે, 2026| Super Admin

થરાદ અને દિયોદર વિજ સબ સ્ટેશનમાં અદ્યતન STATCOM સિસ્ટમ લાગશે

થરાદ અને દિયોદર વિજ સબ સ્ટેશનમાં અદ્યતન STATCOM સિસ્ટમ લાગશે

ગીર સોમનાથના ટીંબડી મોડેલની સફળતા બાદ રાજ્ય સરકારનો વધુ સાત સબ સ્ટેશનમાં સિસ્ટમ લગાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય

પાવર ગ્રીડ વધુ આધુનિક બનતા વોલ્ટેજ વધઘટની સમસ્યામાં રાહત સાથે કૃષિ અને ઉદ્યોગોને સતત ગુણવત્તા યુક્ત વિજળી મળી રહેશે

એક સમયે વીજ અછત અને વોલ્ટેજની વધઘટ માટે ઓળખાતા ગુજરાતમાં હવે વીજ વ્યવસ્થા વધુ આધુનિક બનવા તરફ આગળ વધી રહી છે. કૃષિ અને ઔદ્યોગિક એકમોને સતત તેમજ ગુણવત્તાસભર વિજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લાના ટીંબડી સબસ્ટેશન ખાતે સફળતાપૂર્વક કાર્યરત કરાયેલી અદ્યતન STATCOM સિસ્ટમનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે. ટીંબડી સબસ્ટેશન ખાતે આ સિસ્ટમ સફળ રહેતા હવે વાવ-થરાદ જિલ્લાના થરાદ અને દિયોદર સહિત સાગપરા, ખેરાલુ, કુકમાં, ધ્રાંગધ્રા અને ધોલેરા-2 સબ સ્ટેશનમાં પણ STATCOM સિસ્ટમ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

રાજ્યમાં ખાસ કરીને કૃષિ અને ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ વોલ્ટેજની વધઘટને કારણે કિંમતી સાધનો બળી જવાની તેમજ ઉત્પાદન ઉપર નકારાત્મક અસર થતી હતી. ત્યારે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા પાવર ગ્રીડને વધુ મજબૂત અને આધુનિક બનાવવા આ ટેક્નોલોજી અમલમાં મુકાઈ હતી. 5 માર્ચ 2019 ના રોજ ગીર સોમનાથ જિલ્લાના 220 kV ટીંબડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ ±120 MVAR ક્ષમતાવાળું STATCOM કાર્યરત કરવામાં આવ્યું હતું. આ સાથે જેટકો ભારતની STATCOM ટેક્નોલોજી અપનાવનાર પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી બની હતી.

આ સિસ્ટમ રિયલ- ટાઇમમાં રિએક્ટિવ પાવરનું સંચાલન કરીને વોલ્ટેજ સંતુલિત રાખે છે. જેના કારણે ખેડૂતોને કૃષિ પંપ માટે વધુ વિશ્વસનીય વીજ પુરવઠો મળી રહ્યો છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારો અને ઉદ્યોગોને સતત વીજળી મળવાથી ઉત્પાદન ક્ષમતા વધવા ઉપરાંત ટ્રાન્સમિશન લોસમાં ઘટાડો, ઓવર-વોલ્ટેજ કંટ્રોલ અને સાધનોની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ રહી છે.રાજ્ય સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી આગામી સમયમાં ગુજરાતનું પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત અને આધુનિક બનશે તેમજ રાજ્યમાં ગુણવત્તાસભર વીજ પુરવઠાને વધુ બળ મળશે.

ટેગ્સ:#tharad#Deodar

સંબંધિત સમાચાર